નોઈડમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ! છતાં વહીવટીતંત્રએ કર્યાં આંખ આડા કાન | મુંબઈ સમાચાર
નેશનલ

નોઈડમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ! છતાં વહીવટીતંત્રએ કર્યાં આંખ આડા કાન

નોઇડાઃ નોઇડા શહેરમાં પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. નોઇડામાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, નોઇડાના સેક્ટર 121માં રસ્તાના કિનારે દરરોજ કચરો બાળવામાં આવી રહ્યો છે, તે બેદરકારીનું સ્પષ્ટ ઉદાહરણ બની ગયું છે. નોઇડામાં આજે AQI 250 થી વધુ પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ વિસ્તારમાં લોકોને માસ્ક પહેરીને ચાલવા મજબૂર

નોઈડાના હવા અત્યારે જીવન માટે ઝેરી બની રહી છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે આ વિસ્તારમાં રોજ રાત્રે કચરો સળગાવવામાં આવે છે. પ્લાસ્ટિક અને ભીનો કચરો બાળવામાં આવે છે તેનો ધૂમાડો આખા વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

આ વિસ્તારમાં લોકોને માસ્ક પહેરીને ચાલવું પડે છે તેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે. એટલું જ નહીં પરંતુ બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે તકલીફ પડી રહી છે, તેમનામાં ખાંસી, આંખો બળવી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

આપણ વાંચો: દિવાળીમાં મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હવાની ગુણવત્તા કથળી

વહીવટીતંત્રને વારંવાર આ મામલે ફરિયાદો કરવામાં આવી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોસાયટીઓના રહેવાસીઓએ નોઈડા ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્રને વારંવાર આ મામલે ફરિયાદો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી નથી.

સ્થાનિકોનું કહેવું છે કે, વિભાગ ફક્ત કાગળ પર GRAP-2 લાગુ કરી રહ્યું છે, જેની વાસ્તવમાં કોઈ અસર જોવા મળી નથી. આખરે શા માટે તંત્ર દ્વારા આવી બેદરકારી કરવામાં આવી રહી છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

આ રીતે કચરો બાળવો એ નિયમોનું ઉલ્લંઘન છે

આ મામલે પર્યાવરણીય નિષ્ણાતે જણાવ્યું કે, આ પ્રકારનો કચરો બાળવો એ નિયમોનું ઉલ્લંઘન છે. આના કારણે હવામાં PM 2.5 અને PM 10 કણોનું પ્રમાણ અનેકગણું વધી જાય છે. પર્યાવરણ ખરાબ થવાના કારણે શ્વસનતંત્રના દર્દીઓ માટે અત્યંત જોખમી છે. ચિંતાની વાત એ છે કે, આના કારણે નોઈડા શહેરની હવાની ગુણવત્તા પણ બગડી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button