નેશનલ

હવે રામલલ્લાના દર્શન માટે નહીં કરવી વધુ પ્રતિક્ષા! 8 શહેરો માટે અયોધ્યા સુધી ફ્લાઇટ સેવા શરૂ

લખનૌ: અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભારતભર માંથી લખો લોકો ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરવા પહોચી રહ્યા છે. જેને લઈને અયોધ્યાને એર કનેકટીવીટી દ્વારા દેશના દરેક ખૂણા સાથે જોડવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યાથી લખનૌના અન્ય આઠ શહેરો માટે ફ્લાઈટ સેવા શરૂ કરી હતી.

બીજી તરફ મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે સ્પાઈસ જેટના પહેલા મુસાફરને બોર્ડિંગ પાસ આપ્યો. હવે ઈન્ડિગો અને સ્પાઈસ જેટની 14 ફ્લાઈટ્સ અયોધ્યા એરપોર્ટથી અલગ-અલગ શહેરો માટે ઉડાન ભરશે. અયોધ્યા હવે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ દરેક બાજુથી જોડાય રહ્યું છે.

સ્પાઈસ જેટે અયોધ્યાથી 8 ફ્લાઈટ્સ શરૂ કરી છે (spicejet ayodhya flight ticket price), જેમાં દિલ્હી-અયોધ્યા, ચેન્નાઈ-અયોધ્યા, અમદાવાદ-અયોધ્યા, જયપુર-અયોધ્યા, પટના-અયોધ્યા, દરભંગા-અયોધ્યા, મુંબઈ-અયોધ્યા, બેંગલુરુ-અયોધ્યાનો સમાવેશ થાય છે. ડીએમ નીતિશ કુમારે કહ્યું કે અયોધ્યામાં સારી એર કનેક્ટિવિટી એ એક સપનું હતું જે સાકાર થયું છે. અયોધ્યા અને આસપાસના જિલ્લાના લોકો ઓછા સમયમાં દેશના વિવિધ શહેરોમાં જઈ શકશે.

દરભંગાથી આવેલા પેસેન્જર દેવેન્દ્ર ઝાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે આજે દેશ આગળ વધી રહ્યો છે અને દરભંગામાં પણ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે અને માત્ર 60 મિનિટમાં અમારો પરિવાર દરભંગાથી અયોધ્યા પહોંચી ગયો છે અને હવે આપણે રામ લાલાના દર્શન કરીશું.

તેમણે કહ્યું કે એર કનેક્ટિવિટીને કારણે હજારો લોકો અયોધ્યા પહોંચશે અને ઓછા સમયમાં તેમની તીર્થયાત્રા પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે તેમના પરિવાર સાથે અયોધ્યા આવવું તેમને ખુશીઓથી ભરી દે છે; ભગવાન રામ પણ પુષ્પક વિમાનમાં આ અયોધ્યા આવ્યા હતા. અહીંના લોકો એક સમયે વિચારતા હતા કે તેઓ ઈચ્છે છે કે અયોધ્યામાં પણ એક એરપોર્ટ હોય અને રામ ભક્તો તેના દ્વારા અહીં પહોંચી શકે. આ સપનું હવે પૂરું થયું છે.

અમદાવાદથી અયોધ્યા અને મુંબઈથી અયોધ્યા વાયા દિલ્હી અથવા જયપુર વિવિધ એરલાઇન્સ દ્વારા નિયમિત રૂપે ઉડાન ભરી રહી છે. જો કે ટિકિટના ભાવને લઈને સમયે સમયે બદલાવ થતો હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button