નેશનલ

નીતિશે વક્ફ બિલને સમર્થન આપતા JDUમાં ભંગાણ, આ દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું

પટના: હાલ દેશના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો વકફ સુધારા બિલ(Waqf Amendment Bill)નો છે. ચર્ચા બાદ લોકસભામાંથી આ બિલ પસાર થઇ ચુક્યું છે. મુસ્લિમ સંગઠનોનો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે, વિપક્ષ બિલ પરત ખેંચવા માંગ કરી રહું છે.

આ બધા વચ્ચે NDAના સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડ(JDU)એ બિલ સમર્થન આપ્યું છે. પરંતુ JDUના આ નિર્ણયથી પાર્ટીના કેટલાક નેતા નારાજ છે, પાર્ટીના વરિષ્ઠ નેતા ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારી(Mohammed Qasim Ansari )એ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે

અહેવાલ મુજબ નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીમાં મુસ્લિમ નેતાઓની નારાજ છે. વરિષ્ઠ નેતા ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારીએ પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારને મોકલી દીધું છે. અગાઉ JDUના MLC ગુલામ ગૌસે પણ વક્ફ બિલનો વિરોધ કર્યો હતો. તેઓ ઈદના દિવસે લાલુ યાદવને મળવા પણ પહોંચ્યા હતાં, જેના કારણે રાજકારણ ગરમાયું હતું.

આપણ વાંચો: Waqf Amendment Bill રજૂ થયા પૂર્વે ટીડીપી કર્યું પોતાનું સ્પષ્ટ વલણ, મુસ્લિમોના પક્ષમાં…

રાજીનામા પત્રમાં શું લખ્યું?

નીતિશ કુમારને લખેલા પત્રમાં, કાસિમ અન્સારીએ વક્ફ સુધારા બિલ અંગે JDUના વલણની ટીકા કરી છે. તેમણે લખ્યું કે આ નિર્ણયથી તેમને અને લાખો સમર્પિત ભારતીય મુસ્લિમો અને કાર્યકર્તાઓને ખૂબ દુઃખ થયું છે. લલ્લન સિંહે લોકસભામાં જે રીતે પોતાનું નિવેદન આપ્યું અને આ બિલને સમર્થન આપ્યું તેનાથી તેમને ખૂબ જ દુઃખ થયું છે.

કાસિમ અન્સારીએ લખ્યું કે આ બિલ પાસમંદા વિરોધી છે, જેના વિશે તમને કે તમારા પક્ષને ખબર નથી. મને અફસોસ છે કે મેં મારા જીવનના આટલા વર્ષો પાર્ટીને આપ્યા છે. હું પ્રાથમિક સભ્યપદ અને પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button