નેશનલ

એરપોર્ટ પર નીતીશ કુમારે પીએમ મોદીના ચરણસ્પર્શ કર્યા, વીડિયોની રાજકારણમાં ચર્ચા…

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAના જંગી વિજય બાદ આજે અહીંના ગાંધી મેદાન ખાતે ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જનતા દળ (યુનાઇટેડ)ના વડા નીતીશ કુમારે ફરી બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અહીંના શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. શપથગ્રહણ બાદ નીતીશ કુમાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મૂકવા માટે એરપોર્ટ ગયા હતા, જ્યાં નવનિયુક્ત સીએમે પીએમ મોદીના ચરણસ્પર્શ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એરપોર્ટ પર જોવા મળ્યો આદરભાવ

બિહારમાં આજે શપથગ્રહણ સમારોહ યોજાઈ ગયો. નીતીશ કુમારે 10મી વખત મુખ્ય પ્રધાન તરીકેના શપથ લઈને નવો રેકોર્ડ સર્જ્યો છે. નીતીશ કુમારની સાથોસાથ ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. બિહારમાં આજે યોજાયેલો શપથગ્રહણ સમારોહ રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ હતો, કારણ કે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેષરૂપે હાજર રહ્યા હતા.

શપથગ્રહણના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર સ્ટેજ પર સાથે બેઠેલા જોવા મળ્યા હતા. તેમની વાતચીત કરતી અને એકબીજાને સ્મીત આપતી તસવીરોને બિહારની નવી રાજકીય સમજણના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ‘હું ક્યાંય જવાનો નથી, એનડીએમાં જ રહીશ’: નીતીશ કુમારે શા માટે સ્પષ્ટતા કરી

શપથગ્રહણ સમારોહ પૂરો થયા બાદ વડા પ્રધાન મોદી જ્યારે પટના એરપોર્ટ પર પાછા ફર્યા, ત્યારે નીતીશ કુમાર તેમને વિદાય આપવા માટે જાતે પહોંચ્યા હતા. આ દરમિયાન નીતીશ કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ પણ કર્યા હતા. આ મૂવમેન્ટ પણ કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી વિરોધી દળના નેતાઓએ નિવેદન આપ્યા હતા, જ્યારે યૂઝર્સે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બંને નેતાઓનો એકબીજા પ્રત્યેનો આદરપૂર્વક વ્યવહાર કરવાની સાથે બંને વચ્ચેના સંબંધોમાં સૌહાર્દને દર્શાવે છે. વડા પ્રધાન મોદીએ એક્સ પર નીતીશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાને અભિનંદન પાઠવતા લખ્યું હતું કે, નીતીશ કુમાર એક અનુભવી અને કૂશળ પ્રશાસક છે. રાજ્યમાં તેમના સુશાસનનો શાનદાર ટ્રેક રેકોર્ડ છે. નવા કાર્યકાળ માટે તેમને મારી હાર્દિક શુભેચ્છાઓ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button