નેશનલ

નીતીશ કુમારના બુરખા વિવાદમાં નવો વળાંકઃ કોલેજના આચાર્યએ કર્યો ચોંકાવનારો દાવો

પટનાઃ બિહારના સીએમ નીતીશ કુમારનો બુરખા વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, સોશિયલ મીડિયામાં આ વિવાદ મામલે અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જાહેર કાર્યક્રમ દરમિયાન સીએમ નીતીશ કુમારે મુસ્લિમ મહિલાનો બુરખો હટાવવાનો પ્રયત્ન કર્યો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે એક મહત્વની સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.

જે મહિલાનો બુરખો હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો હવે આ જ કોલેજના આચાર્ચે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તે મુસ્લિમ મહિલાને આ મામલે કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. એટલે આ વિવાદમાં હવે ફરી નવી ચર્ચાનો દોર શરૂ થવાનો છે.

આપણ વાચો: બુરખા વિવાદ પાકિસ્તાન પહોંચ્યોઃ નીતીશ કુમારને મળી ધમકી, સુરક્ષા વધારાઈ

કોલેજના આચાર્યે શું દાવો કર્યો?

સીએમ નીતીશ કુમારે જે ડૉય નુસરત પ્રવીણનો બુરખો હટાવ્યો હતો, તેઓ પટનાના તિબ્બી કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. આ કોલેજના આચાર્ય મહફૂજર રહેમાને એક ચોંકાવનારો દાવો કર્યો છે.

તેમણે દાવો કરતા કહ્યું છે નુસરતની કોઈ બેચમેટ સાથે તેમની વાત થઈ છે અને નુસરત આ મામલે નારાજ નથી. આચાર્ય કહી રહ્યાં છે કે, ડૉ. નુસરત શનિવારે સવારે 10 વાગ્યે પટના હોસ્પિટલમાં ફરજ પર જોડાશે. જોકે, નુસરત પ્રવીણ દ્વારા નોકરી મામલે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી.

આ વિવાદમાં ડૉ. નુસરત પ્રવીણ સાથે અભ્યાસ કરતી બિલ્કિસનું પણ નિવેદન પ્રકાશમાં આવ્યું છે. બિલકિસના જણાવ્યાં પ્રમાણે નુસરત શનિવારથી નોકરીમાં જોડાશે. એટલું જ નહીં પરંતુ તે હંમેશા બુરખામાં રહેતી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

વિપક્ષી પાર્ટીઓએ માફી માંગવા માટે કરી અપીલ

બિહારનો આ બુરખા વિવાદ ગત સોમવારથી શરૂ થયો હતો. એક જાહેર કાર્યક્રમ દરમિયાન બિહારની સીએમ નીતીશ કુમાર નવા નિયુક્ત આયુષ ડૉકટરોને નિમણૂક પત્રો આપી રહ્યાં હતાં. આ દરમિયાન એક મુસ્લિમ મહિલા ડૉક્ટરનો બુરખો નીતીશ કુમારે હટાવી દીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો.

આરજેડી સહિત અનેક વિપક્ષી નેતાઓએ આ મામલે નીતીશ કુમારનો વિરોધ કર્યો અને માફી માંગવા માટે કહ્યું હતું. માફી ના માંગવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવા માટે પણ વિપક્ષે માંગણી કરી હતી. એટલું ન નહીં, પરંતુ મહેબૂબા મુફ્તિની દીકરી ઈલ્તિજાએ તો એફઆઈઆર નોધવાની માંગણી કરી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button