નેશનલ

યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાને મૃત્યુદંડથી બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી, રાજકીય હસ્તક્ષેપની માંગ…

નવી દિલ્હી: યમનમાં કામ કરતી કેરળની નર્સ નિમિષા પ્રિયાને મૃત્યુદંડ સંભળાવવામાં આવ્યો છે. હત્યાના કેસમાં દોષી ઠરેલી નિમિષાને 16 જુલાઈના રોજ ફાંસી આપવામાં આવશે. તેને મૃત્યુદંડથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ‘સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલ’ એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને વહેલી સુનાવણીની માંગ કરી છે.

અરજદારના વકીલે જણાવ્યું હતું કે યમનના નાગરિકની હત્યાના કેસમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવશે. તેમણે માંગ કરી કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર આદેશ આપે કે તે રાજકીય હસ્તક્ષેપ કરી યમન સરકાર સાથે વાત કરે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વહેલી સુનાવણી માટે સંમતિ આપી છે.

બિઝનેસ પાર્ટનરની હત્યા કરી:
અહેવાલ મુજબ કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી નર્સ નિમિષા પ્રિયા 2008 માં યમનમાં નોકરી કરવા ગઈ હતી. જ્યાં તેણે ઘણી હોસ્પિટલોમાં કામ કર્યું ત્યાર બાદ તેણે પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. 2017 માં, નિમિષા પ્રિયા અને તેના યમનના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદી વચ્ચે વિવાદ થયો. નિમિષા પર મહદીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો, આ કેસની સુનાવણી કરવામાં આવી.

રાષ્ટ્રપતિએ સજાને મંજૂરી આપી:
વર્ષ 2020 માં સનાની એક ટ્રાયલ કોર્ટે નિમિષાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે નવેમ્બર 2023 માં નિર્ણયને સમર્થન આપ્યું હતું. યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ આ સજાને મંજૂરી આપી હતી.

વિદેશ મંત્રાલએ શું કહ્યું?
નિમિષાની 57 વર્ષીય માતા પ્રેમા કુમારી મૃત્યુદંડની સજા રદ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું હતું કે, “અમે યમનમાં નિમિષા પ્રિયાને મળેલી સજાથી વાકેફ છીએ. સરકાર આ મામલે તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.”

આ પણ વાંચો : કોણ છે ભારતીય નર્સ નિમિષા પ્રિયા જેની મદદ માટે આગળ આવી ભારત સરકાર, યમનમાં ફાંસીની સજા મળી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button