નેશનલ

મેઘાલયમાં 2 મહિના માટે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો! બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા થઈ કડક

શિલોંગઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ (Bharat Pakistan War) ચાલી રહ્યું છે, ભારતે પાકિસ્તાન પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. આ બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેને નાકામ કરી દીધો હતો. આ સ્થિતિમાં બાંગ્લાદેશ બોર્ડર (Bangladesh border ) પર પણ ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય બન્યું છે. સરહદ પર બગડતી પરિસ્થિતિને લઈને ઉત્તરપૂર્વીય રાજ્ય મેઘાલય (Meghalaya)માં 2 મહિના માટે રાત્રિ કર્ફ્યુ (Night Curfew) લાદવામાં આવ્યો છે.

BNSS ની કલમ 163 હેઠળ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સરહદ પર વધતા તણાવને કારણે મેઘાલય સરકારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય કર્યો છે. મેઘાલયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પૂર્વીય ખાસી ખીણના જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ લગાવ્યો છે. આ કર્ફ્યુ બાંગ્લાદેશ સરહદથી 1 કિલોમીટરના અંતર સુધી લાગુ રહેશે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર અત્યારે યુદ્ધનો માહોલ છે, તેના કારણે બાંગ્લાદેશ બોર્ડર પર આવતા રાજ્ય મેઘાલય સરકારે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

શા માટે આ કર્ફ્યુ લાદવામાં આવ્યો?

મેઘાલય સરકારે સ્પષ્ટ પણ કર્યું છે કે, આ કર્ફ્યુ શા માટે લાદવામાં આવ્યો છે. કર્ફ્યુ બાબતે પ્રશાસનનું માનવું એવું છે કે, આ નિર્ણયના કારણે ભારતમાં આવતા ગેરકાયદેસર શરણાર્થીઓના પ્રવેશ ઉપરાંત, પ્રાણીઓ, સોપારી, માછલી, સિગારેટ અને ચાના પાંદડાઓની ગેરકાયદેસર દાણચોરી પર રોક લગાવી શકાશે.

ક્યાં સુધી કર્ફ્યુ રહેશે અને નિયમો શું હશે?

આ બાબતે પૂર્વ ખાસી હિલ્સના જિલ્લા મેજિસ્ટ્રેટ IAS આર.એમ. કુર્ભે વિગતો આપતા જણાવ્યું કે, 8મી મે, 2025 થી આગામી 2 મહિના માટે બાંગ્લાદેશ સરહદથી 1 કિલોમીટરના વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવશે. આ કર્ફ્યુ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ રાત્રિ કર્ફ્યુ દરમિયાન સરહદની આસપાસ લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. રાત્રિના અંધારામાં બાંગ્લાદેશ સરહદ પાર કરી શકાશે નહીં અને ગેરકાયદેસર શરણાર્થીઓ મેઘાલયમાં આવતા અટકાવશે. કર્ફ્યુ વિસ્તારમાં 5 કે તેથી વધુ લોકો એકસાથે ઉભા રહેવાને પણ કાનૂની ગુનો ગણવામાં આવશે.

આ પણ વાંચો…બલોચ નેતાએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેક્યો, કહ્યું – હવે કલમા વાંચીને કોઈને મારવામાં…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button