NIAએ ખાલિસ્તાની આતંકવાદીને બિહારથી ઝડપ્યો, નાભા જેલ બ્રેક કેસમાં હતો ફરાર

નવી દિલ્હી: મોતીહારી પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ટીમે મોટી કાર્યવાહી કરી છે. ટીમે ખાલિસ્તાની આતંકવાદી કાશ્મીર સિંહ ગ્લાવદ્દી ઉર્ફે બલબીર સિંહની ધરપકડ કરી છે, જેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ કાર્યવાહી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ રવિવારે વિદેશમાં બેઠેલા બબ્બર ખાલસાના આતંકવાદી હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિન્ડા સાથે સંકળાયેલા એક મુખ્ય ખાલિસ્તાની ઓપરેટિવ અને 2016માં પંજાબની નાભા જેલ બ્રેક દરમિયાન ભાગી ગયેલા એક ખતરનાક ગુનેગારને ઝડપી પાડ્યો છે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે NIAએ સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને ખાલિસ્તાની આતંકવાદી કાવતરા કેસના સંબંધમાં પંજાબના લુધિયાણાના કાશ્મીર સિંહ ગલવડ્ડીને બિહારના મોતિહારીથી ઝડપી પાડ્યો ત્યારે આ સફળતા મળી હતી.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે નાભા જેલમાંથી ભાગી ગયા બાદ કાશ્મીર સિંહ રિન્ડા સહિતના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સક્રિય રીતે સંકળાયેલો હતો.
આ પણ વાંચો….મિટ્ટી મેં મિલા દેંગે ઔર ફિરઃ પાકિસ્તાનને પીએમ મોદીની ચેતવણી, ઓપરેશન સિંદૂર અંગે કરી મહત્ત્વની વાત…