નેશનલ

સેનાના જવાન સાથે મારપીટ કરી ભારે પડી! NHAIએ મેરઠ ટોલ પ્લાઝા સામે કરી મોટી કાર્યવાહી

મેરઠઃ ભારતીય સેનાના એક જવાન સાથે મેરઠમાં ટોલ નાકા પર મારપીટ કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલાની નોંધ લઈને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર્યવાહી કરી છે. મેરઠ ટોલ પ્લાઝા પર સેનાના જવાનને માર મારવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, મેરઠ-કરનાલ સેક્શન પર સ્થિત ભુની ટોલ પ્લાઝા પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

NHAIએ ટોલ કલેક્શન એજન્સીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

NHAI એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, આ ટોલ પ્લાઝાને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં લખ્યું કે, સેનાના જવાન સાથે મારામારી કરવામાં આવી તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે, આવું ક્યારેય ચલાવી લેવાય નહી. જેથી મામલે કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ટોલ કલેક્શન એજન્સી મેસર્સ ધરમ સિંહને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ટોલ પ્લાઝાને બ્લેકલિસ્ટ કરવાની પણ તૈયારી ચાલી રહી છે.

સેનાના જવાન સાથે મારપીટ કરીને ખૂબ જ નિંદનીય

વધુમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ટોલ કર્મચારીઓનો આ પ્રકારને વ્યવહાર એકદમ ખોટો છે. ટોલ કર્મચારીઓના આવા વ્યવહારને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. સેનાના જવાન સાથે મારપીટ કરીને ખૂબ જ નિંદનીય બાબત છે. આ ટોલ ફર્મને હવે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટોલ ફાળવવામાં આવશે નહીં. મહત્વની વાત એ છે કે, સેનાના જવાન સાથે મારપીટ કર્યા બાદ લોકોએ સોશિયલ મીડિયામાં આ ટોલ પ્લાઝાનો ખૂબ જ વિરોધ કર્યો હતો. જેમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button