ટોપ ન્યૂઝનેશનલ

કુલગામમાં આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પહલગામ (Pahalgam Terrorist Attack)માં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં ભારતીય સેના (Indian Army) આતંકવાદીઓને ખતમ કરવા માટે અલગ અલગ ઓપરેશન હેઠલ તપાસ કરી રહી છે. છેલ્લા ઘણાં દિવસોથી ખીણના અલગ અલગ વિસ્તારોમાં સેના આતંકવાદીઓને શોધી રહી છે. સેના દ્વારા એક યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 14 આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોઈ પણ ભોગે ભારતીય સેના આતંકવાદીઓને ખતમ કરવા માટે કાર્યવાહી કરી રહી છે.

ઓપરેશન દરમિયાન કુલ 6 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં

પહલગામમાં આતંકી હુમલાનો તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી બદલો લીધો છે. પરંતુ હવે ભારતમાં રહેતા આતંકવાદીઓને શોધીને ઠાર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ભારતીય સેના દ્વારા ઓપરેશન દરમિયાન કુલ 6 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે.જ્યારે અન્ય આતંકીઓની શોધ અત્યારે ચાલી રહી છે. કાશ્મીરમાં ભારતીય સેના કોઈ પણ ભોગે આતંકવાદીઓને ઠાર કરવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. સૂચના મળતાની સાથે ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવે છે.

સેનાને કુલગામના ગુદ્દર જંગલમાં આતંકી હોવાની જાણકારી મળી

ભારતીય સેનાને મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આવેલા ગુડ્ડર જંગલ વિસ્તારમાં ભારતીય સેનાએ ઘેરાબંધી કરીને આતંકીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી હતી, ત્યાર બાદ સેના દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન યથાવત

કાશ્મીરમાં ભારતીય સેના એક સાથે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સેનાએ 14 આતંકવાદીઓના નામ જાહેર કર્યાં હતાં. જેમાંથી 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં. જ્યારે બાકીના આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વખતે ભારતીય સેના આતંકવાદીઓને કોઈ પણ ભોગે ઠાર કરવાની છે. સરકાર દ્વારા પણ આતંકવાદીઓ સામે સેનાને છુટ્ટો દોર આપી દેવામાં આવ્યો છે. જેથી સેના આતંકવાદીઓને બક્ષવાની નથી.

આ પણ વાંચો…હવે ઓપરેશન કેલર: કાશ્મીરમાં આતંકી વિરુદ્ધના સર્ચ ઓપરેશનમાં ત્રણ જણ ઠાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button