ટોલ ટેક્સ પર મોટી રાહત! FASTag નથી? તો પણ UPI થી પેમેન્ટ કરવા પર બચશે પૈસા, જાણો નવો નિયમ...
Top Newsનેશનલ

ટોલ ટેક્સ પર મોટી રાહત! FASTag નથી? તો પણ UPI થી પેમેન્ટ કરવા પર બચશે પૈસા, જાણો નવો નિયમ…

રાષ્ટ્રીય માર્ગો પર વાહનોની સાચવણીને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે સરકારે ટોલ પેમેન્ટમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપે છે. આ નિયમ નોન-ફાસ્ટેગ વાહનો માટે ખાસ છે, જ્યાં કેશ વિના યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવાથી ટેક્સમાં રાહત મળશે. આ પગલું ટોલ પ્લાઝા પર કેશના વપરાશને ઘટાડીને પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે, જેથી વાહન ચાલકોને વધુ આરામદાયક સફરનો અનુભવ થાય.

સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ટોલ પ્લાઝા પર કેશ વ્યવહારોને ઘટાડવા માટે નવો નિયમ જાહેર કર્યા છે. આ નિયમ હેઠળ, રાષ્ટ્રીય માર્ગો પર નોન-ફાસ્ટેગ વાહનોની એન્ટ્રી પર પેમેન્ટના આધારે અલગ-અલગ ચાર્જ વસૂલાશે. કેશ પેમેન્ટ કરનારાઓએ લાગુ ટોલ ટેક્સના બમણા ભરવા પડશે, જ્યારે યુપીઆઈ અથવા અન્ય ડિજિટલ પેમેન્ટ કરનારાઓને માત્ર 1.25 ગણું ચૂકવવું પડશે.

હાલમાં કેશ અને યુપીઆઈ બંને પર બમણું ટેક્સ લેવાય છે, પરંતુ આ નવા નિયમથી યુપીઆઈ વપરાશકર્તાઓને 75%ની રાહત મળશે. આ નિયમ 15 નવેમ્બર 2025થી અમલમાં આવશે, જેને રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ‘રાષ્ટ્રીય રાજમાર્ગ ટેક્સ નિયમ, 2025’ હેઠળ જાહેર કર્યો છે.

આ નવા નિયમની સરળતાથી સમજવા માટે એક ઉદાહરણ લઈએ. જો કોઈ વાહન માટે ફાસ્ટેગથી ટોલ શુલ્ક 100 રૂપિયા હોય, તો કેશ પેમેન્ટ પર તે 200 રૂપિયા થઈ જશે, પરંતુ યુપીઆઈથી ડિજિટલ પેમેન્ટ કરવાથી માત્ર 125 રૂપિયા ભરવા પડશે. આનાથી નોન-ફાસ્ટેગ વપરાશકર્તાઓને 75 રૂપિયાની બચત થશે, જે તેમને ડિજિટલ વ્યવહાર તરફ આકર્ષિત કરશે. આ પગલું ફાસ્ટેગના વપરાશને વધારવા અને કેશના લીકેજને રોકવા માટે લેવાયું છે.

આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ટોલ પ્લાઝા પર કેશ વ્યવહારો ઘટે અને પારદર્શિતા વધે. આનાથી વાહનોની કતારો ટૂંકી થશે, જામ ઘટશે અને માર્ગ વપરાશકર્તાઓને ઓછા સમયમાં સફર કરવાની તક મળશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુધારો ભારતના રાષ્ટ્રીય માર્ગ નેટવર્ક પર તકનીકીનો ઉપયોગ કરીને સુગમ, ઝડપી અને વધુ પારદર્શી ટોલ વસૂલાતને મજબૂત કરશે.

આ નિયમથી નોન-ફાસ્ટેગ વપરાશકર્તાઓને યુપીઆઈ પર રાહત મળે છે, પરંતુ લાંબા ગાળે ફાસ્ટેગ અપનાવવો વધુ ફાયદાકારક છે, કારણ કે તેમાં કોઈ વધારાનું શુલ્ક નથી અને સફર ઝડપી બને છે. મંત્રાલયે તાજેતરમાં ફાસ્ટેગ વાર્ષિક પાસ પણ લોન્ચ કર્યો છે, જે વાર્ષિક 3,000 રૂપિયામાં 200 યાત્રાઓ માટે મફત પાસ આપે છે. આ નવા નિયમથી માર્ગો પર વ્યવસ્થા વધુ સુગમ બનશે અને વાહન ચાલકોને આર્થિક બચત તથા સમયની બચત બંને મળશે.

આ પણ વાંચો…વાહન ચાલકોને રાહત: ફાસ્ટટેગના અભાવે બમણો ટોલ નહીં ભરવો પડે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button