તહેવારોમાં સોનું ખરીદતા પહેલા જાણો નવા GST અને PAN-આધાર સંબંધિત નિયમો

સોનું એ ભારતના દરેક પરિવારની પરંપરા છે. અમીર હોય કે તવંગર પણ દરેક વર્ગના લોકો માટે સોનું ખરીદવાની પહેલી પ્રાથમિકતા રહે છે. સોનાની કિંમતો દિવસે દિવસે વધી રહી છે. ત્યારે હાલ તહેવારની સિઝન ચાલી રહી છે. જે બાદ લગ્નગાળાની સિઝન શરૂ થશે. જેના માટે સોનું સૌથી જરૂરિયાતની વસ્તુમાંથી એક છે. પણ આજના સમયમાં સોનાની કિંમતો સાથે સોનું ખરીદવાના નિયમોની પણ જાણ હોવી જરૂરી છે.
નવા ટેક્સ નિયમો, શું બદલાયું?
સરકારે સોનાની ખરીદીને પારદર્શક બનાવવા માટે GST કાઉન્સિલની બેઠક બાદ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે આગામી 22 સપ્ટેમ્બરના રોજ લાગુ થશે. જેમાં 2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદી માટે PAN કે આધાર કાર્ડ ફરજિયાત છે. આ ઉપરાંત, 2 લાખથી વધુની રોકડ ચૂકવણી પર પ્રતિબંધ છે, એટલે ડિજિટલ પેમેન્ટ કે બેંક દ્વારા ચૂકવણી કરવી પડશે. હાલ સોના પર 3 ટકા GST અને જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 5% GST લાગે છે, જેનાથી બિલમાં નોંધપાત્ર ફરક પડે છે. નિયમોનું પાલન કરવાથી તમારી ખરીદી કાયદેસર અને સુરક્ષિત રહે છે.
આ પણ વાંચો : વ્યક્તિથી વેપારી ટ્રાન્ઝેક્શન માટે UPI લિમિટમાં વધારો: જાણો NPCIના નવા નિયમો
હોલમાર્ક અને ઇન્વૉઇસનું
સોનું ખરીદતી વખતે હંમેશાં BIS હોલમાર્કવાળું સોનું ખરીદો, કારણ કે તે શુદ્ધતાની ગેરંટી આપે છે અને રીસેલ વેલ્યુ વધારે છે. સાથે જ, GST ઇન્વૉઇસ માગવાનું ન ભૂલશો, જેનાથી તમારી ખરીદીનો સત્તાવાર રેકોર્ડ બનશે. ઘણા લોકો આ બાબતોને નજરઅંદાજ કરે છે, પરંતુ આ નાની બાબતો ભવિષ્યમાં મોટી મુશ્કેલી બચાવે છે. ખાસ કરીને, જો તમે ઓનલાઈન સોનું ખરીદો છો, તો વિશ્વસનીય પ્લેટફોર્મ અને હોલમાર્કની ચકાસણી કરો.
આ પણ વાંચો : NPCIના નવા નિયમો આજથી લાગુ, UPIથી સરળતાથી કરી શકશો મોટા ટ્રાન્ઝેક્શન…
તહેવારોમાં ખરીદી
નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવ આગામી મહિનાઓમાં વધી શકે છે, કારણ કે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને મોંઘવારીનું દબાણ છે. તેમ છતાં, દિવાળી અને લગ્ન સીઝનમાં જ્વેલર્સ ઘણીવાર મેકિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ આપે છે, જેનો ફાયદો લઈ શકાય. આ સમયે સોનું ખરીદવું એ માત્ર આર્થિક રોકાણ નથી, પણ પરંપરા અને સુરક્ષાનું પ્રતીક છે. સમજદાર ખરીદદારો આ તકનો લાભ લઈને બચત કરે છે.
આ પણ વાંચો : RBIના ચેક બાઉન્સના નવા નિયમો: હવે જાણી જોઈને ચેક બાઉન્સ કરશો તો ખેર નથી!
સોનાની કિંમતો
આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ લગભગ 74,000 રૂપિયા છે, અને નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવાળી સુધી તે 76,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ભલે ભાવ ઊંચા હોય, સોનું ખરીદવું એ આભૂષણ, સુરક્ષા અને વારસાનું પ્રતીક છે, પરંતુ આ નવા નિયમો જાણી લો, જેથી તમારી ખરીદી સરળ અને કાયદેસર રહે.
સોનું શા માટે જરૂરી?
ભારતમાં સોનું એ માત્ર ધાતુ નથી, તે ભાવનાઓ, સંસ્કૃતિ અને આર્થિક સ્થિરતાનું પ્રતીક છે. તે મોંઘવારી સામે રક્ષણ આપે છે અને પેઢી દર પેઢી વારસામાં ચાલે છે. ભલે ભાવ ઊંચા હોય, નિયમોનું પાલન કરીને ખરીદી કરવાથી તમે સુરક્ષિત રોકાણ કરી શકો છો. હોલમાર્ક ચકાસો અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો, જેથી તમારું સોનું ખરેખર સોનાની જેમ ચમકે!