બીઆર ગવઈ બાદ કોન બનશે દેશના આગામી CJI? રાષ્ટ્રપતિએ જાહેર કર્યું નામ | મુંબઈ સમાચાર
નેશનલ

બીઆર ગવઈ બાદ કોન બનશે દેશના આગામી CJI? રાષ્ટ્રપતિએ જાહેર કર્યું નામ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ન્યાયાધીશ સૂર્યકાંતને ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. મળતી વિગતો પ્રમાણે આગામી 24 નવેમ્બરથી તેઓ દ્વારા ન્યાયાધીશ સૂર્યકાંત પોતાનું પદ સંભાળશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનો કાર્યકાળ 23 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. જેથી નવા મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ કરવામાં આવી છે .

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે ન્યાયાધીશ સૂર્યકાંતને નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા છે. નોંધનીય છે કે, હવે તેઓ ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળશે.

આ પણ વાંચો : આર્કિટેક્ટ બનવાની ઈચ્છા રાખતા રામકૃષ્મ ગવઈ કેમ બન્યા CJI, કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ વર્ષે 14 મેના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેનારા જસ્ટિસ ગવઈએ કેન્દ્રીય કાયદા મંત્રાલયને આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી હતી. જેથી સંભવ છે કે, આ ભલામણના કારણે સરકારે જસ્ટિસ સૂર્યકાંતને નામાંકિત કર્યા હતા અને રાષ્ટ્રપતિએ તેમની નિમણૂક કરી હોઈ શકે છે. 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી પામેલા જસ્ટિસ સૂર્યકાંત લગભગ 15 મહિનાનો મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્ય કરશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027 ના રોજ નિવૃત્ત

ન્યાયાધીશ સૂર્યકાન્તના મુખ્ય ચુકાદાઓ કયાં છે?

ન્યાયાધીશ સૂર્યકાન્તના મુખ્ય ચુકાદાઓની વાત કરવામાં આવે તો, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા પર ભાર મૂકતા, તેમણે ચૂંટણી પંચને બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પછી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 6.5 મિલિયન નામોની વિગતો પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતાં. ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સહિત બાર એસોસિએશનોમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આ સાથે તેમણે સંરક્ષણ દળો માટે વન રેન્ક, વન પેન્શન (OROP) યોજનાને સમર્થન આપ્યું, તેને બંધારણીય રીતે માન્ય જાહેર કરીને સૈન્યમાં કાયમી કમિશનમાં સમાનતા મેળવવા માટે સશસ્ત્ર દળોના મહિલા અધિકારીઓની અરજીઓની સુનાવણી ચાલુ રાખી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button