આને કહેવાય ભણેલા અભણઃ દિપિકા અને સોએબની ઈન્સ્ટા પોસ્ટથી નેટીઝન્સ ભડક્યા

સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવા અને રીલ પોસ્ટ કરવી માત્ર મનોરંજન નથી, તેમાં સંવેદના અને સમજ પણ જોઈએ છે. માત્ર સારા સારા કપડા પહેરી નખરા દેખાડનારા ઘણા ઈન્ફ્લુઅન્સર જો વિચાર કર્યા વિના પોસ્ટ મૂકે તો નેટીઝન્સ પોતાના ફેવરીટ હોવા છતાં તેમને પાઠ ભણાવવાનું ભૂલતા નથી. આવું જ કંઈક અભિનેત્રી દિપિકા કક્કર અને સોએબ ઈબ્રાહીમ સાથે થયું છે. આ બન્ને પોતાના દીકરા રૂહાન સાથે કાશ્મીર ફરવા ગયા હતા. અહીંથી તેઓ વીડિયો અને તસવીરો પોસ્ટ કરતા હતા. જ્યારે પહેલગામમાં હુમલો થયો ત્યારે પણ અમુકે તેઓ કેમ છે તેવી ચિંતા વ્યક્ત કરી, પરંતુ હવે સોએબની પોસ્ટથી નેટીઝન્સ ભડકી ગયા છે.
સોહેબે ઈન્સ્ટા પર પોસ્ટ મૂકી છે. જેમા તેણે લખ્યું છે કે તમે બધાએ અમારી ચિંતા કરી તે બદલ ધન્યવાદ. અમે હેમખેમ છીએ અને દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. તમારી લાગણી બદલ ધન્યવાદ. આટલું લખ્યું હોત તો બરાબર છે, પરંતુ સોએબે પછી લખ્યું હવે પછીનો વ્લોગ થોડા સમયમાં આવશે. New vlog coming soon. સોએબની આ પોસ્ટ નેટીઝન્સને ગમી નથી.
એક તો પહેલગામમાં થયેલા હુમલા કે મૃતકો વિશે કંઈ જ લખ્યું નથી. કોઈ દુઃખ, શ્રદ્ધાંજલિ કંઈ જ નહીં અને પાછું પોતાના નવા વ્લોગની જાહેરાત કરી દીધી છે. નેટીઝન્સે તેમની આ અસંવેદનશિલતા મામલે ગુસ્સો ઠાલવ્યો છે. એક તો લખ્યું છે કે આવા યુટ્યુબર્સના વીડિયો કે વ્ગોલની રાહ કોણ જુએ છે. કોઈએ તેને પાગલ કહ્યો છે.

આથી સોશિયલ મીડિયા પોસ્ટ કરતા પહેલા પણ વિચાર કરવો જોઈએ. દેશમાં શું માહોલ છે, કેવી ગંભીર ઘટના થઈ છે, લોકોના સેન્ટીમેન્ટ્સ શું છે તે અંગે વિચાર કરવાની દરેકની ફરજ છે.
આ પણ વાંચો…આવું કાશ્મીર મેં જોયું છેઃ અનુપમ ખેર સહિત ફિલ્મ હસ્તીઓએ વ્યક્ત કર્યો આક્રોશ