Nepal Earthquake : તિબેટમાં ભૂકંપથી 95 લોકોના મોત, 130 લોકો ઘાયલ
નવી દિલ્હી: નેપાળ-તિબેટ સરહદ પર 7.1ની તીવ્રતાના ભૂકંપના(Nepal Earthquake)લીધે સમગ્ર ચીન, ભારત, ભૂટાન અને બાંગ્લાદેશમાં આંચકા અનુભવાયા હતા. જેમાં જાનહાનિ અને સંપત્તિના નુકસાનના પ્રથમ અહેવાલો તિબેટમાંથી આવ્યા હતા. ચીનની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ 95 લોકો મૃત્યુ પામ્યા હતા અને 130 ઘાયલ થયા હતા. જયારે તિબેટમાં ઘર પડવાના અને નુકશાનના અનેક વિડીયો સ્થાનિકોએ શેર કર્યા છે.
શિગાઝ શહેરની ડીંગરી કાઉન્ટીમાં ભૂકંપનો આંચકો
જયારે ચીન ભૂકંપ નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર મંગળવારે સ્થાનિક સમય મુજબ સવારે 9:05 વાગ્યે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 7.1 નો અહેવાલ આપ્યો છે. જે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝ શહેરની ડીંગરી કાઉન્ટીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
આપણ વાંચો: તિબેટમાં ભૂકંપે તારાજી સર્જી, 50 થી વધુના મોત
સ્થાનિક સમય મુજબ સવારે 9.05 કલાકે ભૂકંપ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ એવરેસ્ટ ક્ષેત્રના ઉત્તરીય પ્રવેશદ્વાર ગણાતા ટીંગરીમાં હતું. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર દ્વારા આપવામાં અહેવાલ મુજબ ભૂકંપ 10 કિમી (6.2 માઇલ) ની ઊંડાઈ ધરાવતો હતો.
નેપાળમાં કેમ આવે છે વારંવાર ભૂકંપના આંચકા ?
ઉલ્લેખનીય છે કે, નેપાળ એક મુખ્ય ભૂસ્તરશાસ્ત્રીય ફોલ્ટલાઇન સાથે જોડાયેલું છે. જ્યાં ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. આ ઘટના હિમાલયની રચના કરે છે. 2015માં આવેલા 7.8ની તીવ્રતાના ધરતીકંપમાં લગભગ 9000 લોકો માર્યા ગયા અને 22,000થી વધુ ઘાયલ થયા. તેમજ હજારો ઘરોને નુકશાન થયું હતું.
જયારે વર્ષ 2008માં ચીનના સિચુઆનમાં 8.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના પરિણામે સિચુઆન પ્રાંતમાં 69,180 લોકોના મોત થયા હતા. તેમજ 18,498 થી વધુ લોકો ગુમ થયા હતા અને 374,176 ઘાયલ થયા હતા.