સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહની જેમ આ જાંબાઝ મહિલાએ ઓપરેશન સિંદૂરમાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓને બરબાદ કરી નાખ્યા હતા. 22 એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો. ત્યાર બાદ ભારતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી જવાબી કાર્યવાહી કરી હતી.
આ ઑપરેશન દરમિયાન બે ચહેરાએ આખા દેશને વધારે ગર્વનો અનુભવ કરાવ્યો હતો, જેમાં એક ગુજરાતની દીકરી કર્નલ સોફિયા કુરેશી અને બીજાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. આ ઑપરેશનમાં બીજી એક મહિલા અધિકારીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમનું નામ છે નેહા ભંડારી.
આપણ વાંચો: શું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ફાઇટર જેટ ગુમાવ્યા? CDS અનિલ ચૌહાણે કર્યો ખુલાસો
નેહા ભંડારીએ સીમા સુરક્ષા દળ (BSF)ના મહિલા અધિકારી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન તેમણે આંતરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરના પરગવાલની ચોકી પર ફરજ બજાવતી સીમા સુરક્ષા દળ(BSF)ની એક ટુકડીનું નેતૃત્વ કર્યું હતું.
એક તરફ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ દેશવાસીઓને ઓપરેશન સિંદૂરની અપડેટ્સ આપવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ નેહા ભંડારી અખનૂર-પરગવાલ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સીમાથી લગભગ 150 મીટર દૂર સીમા ચોકીઓની રખેવાળી કરતી એક ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. નેહા ભંડારી સીમા સુરક્ષા દળના મહિલા અધિકારી અને ત્રીજી પેઢીના સુરક્ષાકર્મી છે.
તેઓ સીમા ચોકીઓ પર તૈનાત હથિયારધારી છ મહિલા કોન્સ્ટેબલ પૈકીના એક છે. સીમા પર તણાવ વધ્યા બાદ ત્રણ પાકિસ્તાની ચોકીઓ નષ્ટ કરવામાં આવી હતી. જેનો શ્રેય નેહા ભંડારીને આપવામાં આવ્યો હતો.
આપણ વાંચો: UNમાં ભારતનો ડંકો: ‘ઓપરેશન સિંદૂર’ના વખાણ, આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સ્ટાઈલ ‘અનોખી’!
સૈનિકો સાથે આંતરરાષ્ટ્રીય સીમાની ચોકીઓ પર તૈનાત હોવા બદલ સહાયક કમાંડેંટ નેહા ભંડારી ગર્વ અનુભવે છે. પડકારજનક પરિસ્થિતિમાં એક અગ્રિમ તૈનાત બીએસએફ કંપનીનું બહાદુરીપુર્વક નેતૃત્વ કર્યું હતું. આ બહાદુરી તેને પારિવારિક વારસામાં મળી છે.
કારણ કે તેનો મોટા ભાગનો પરિવાર ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યો છે. નેહાના દાદા સેનામાં હતા. તેના પિતા સીઆરપીએફમાં હતા. તેમના મા પણ સીઆરપીએફમાં છે. નેહા પણ તેમના પગલે પગલે ચાલીને લગભગ ત્રણ વર્ષ પહેલા બીએસએફમાં જોડાઈ હતી.
બીએસએફમાં જોડાયા બાદ બહું ટૂંકાગાળામાં નેહા ભંડારી યુદ્ધ દરમિયાન દુશ્મનો સામે લડનારી પહેલી મહિલા અધિકારી બની ગઈ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ સાહસ અને સંચાલન કુશળતા માટે નેહા ભંડારીને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના હસ્તે પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવી છે, જે દેશની મહિલાઓમાં માટે ગર્વ લેવાની બાબત છે.