મુસ્લિમોને OBCમાં સમાવેશ કરવાના કર્ણાટક સરકારના નિર્ણયથી NCBC ખફા, જાણો શું કહ્યું?

કર્ણાટક સરકારે મુસ્લિમોને અનામતનો લાભ મળે તે માટે તેમને અન્ય પછાત વર્ગ (OBC)માં સમાવેશ કર્યો છે. જો કે સરકારના આ પગલાની ટીકા થઈ રહી છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ (NCBC)એ પણ કર્ણાટક સરકારના આ નિર્ણય સામે વાધો ઉઠાવ્યો છે. NCBCએ સરકારની ટીકા કરતા કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી સામાજીક ન્યાયનો સિધ્ધાત નબળો પડશે.
કર્ણાટક સરકારે રાજ્યમાં અન્ય પછાત વર્ગ કલ્યાણ વિભાગના આંકડા રજુ કર્યા છે, જે મુજબ રાજ્યમાં મુસ્લિમ વર્ગની તમામ જાતિઓને શૈક્ષણિક અને સામાજીક પછાત વર્ગ માનવામાં આવી છે, અને તેમને રાજ્યની પછાત વર્ગની IIB કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવી છે. ગત વર્ષે જ NCBCએ ઓબીસી વર્ગ માટે રાજ્યની અનામત નિતીની સમિક્ષા કરવા આવી હતી.
હવે સોમવારે રાત્રે જ NCBCએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યમાં મુસ્લિમ વર્ગની તમામ જાતિઓ અને સમાજોને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત માનવામાં આવ્યા છે, અને રાજ્યની પછાત વર્ગ લિસ્ટમાં તેમને IIB કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી હવે તેમને શિક્ષણ સંસ્થાઓ અને રાજ્ય સરકારની નોકરીઓમાં અનામતનો લાભ મળશે.
આપણ વાંચો: કર્ણાટકમાં હિંદુ યુવતીની હત્યા મામલે રાજકારણ ગરમાયું, PM મોદીએ પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
NCBCએ જો કે તે બાબત સ્વિકારી હતી કે મુસ્લિમ સમાજમાં પણ ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલો એક વર્ગ છે, પરંતું સમગ્ર સમુદાયને પછાત માનવો તે અયોગ્ય છે. NCBCએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેનાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વિપરીત અસર પડશે.
ઉલ્લેખનિય છે કે કર્ણાટકમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગને 32 ટકા અનામત આપવામાં આવે છે. આ અનામતને અલગ-અલગ સમુદાયોમાં વહેંચવાની માંગ છે. રાજ્યમાં મુસ્લિમોની વસ્તી લગભગ 12.92 ટકા છે.