લુધિયાણા પેટાચૂંટણી: સિદ્ધુની ગેરહાજરીથી કોંગ્રેસની રણનીતિ પર સવાલ!

લુધિયાણા: પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાનને વેગ આપવામાં વ્યસ્ત છે.
આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવાર ભારત ભૂષણ આશુ માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, પરંતુ સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે આ સૂચિમાં નવજોત સિંહ સિદ્ધુનું નામ શામેલ નથી.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં કુલ 40 સ્ટાર પ્રચારકોનો સમાવેશ થાય છે. જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ, વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવા, સચિન પાયલટ, સુખજિન્દર સિંહ રંધાવા, અલકા લાંબા, કનૈયા કુમાર, રાજ બબ્બર અને અન્ય ઘણા દિગ્ગજ નેતાઓ શામેલ છે.
આપણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: કડી અને વિસાવદર બેઠક પર ભાજપના 40 દિગ્ગજ નેતા પ્રચાર કરશે
સિદ્ધુની રાજકીય સફર અને પાર્ટીથી અંતર
નવજોત સિંહ સિદ્ધુ 2016માં ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા. આ સમયગાળા દરમિયાન પાર્ટીની અંદરની કલહ જાહેરમાં સામે આવી હતી.
વિધાનસભા ચૂંટણી પછી તેઓ પાર્ટીના કાર્યક્રમોથી દૂર જોવા મળ્યા હતા. જોકે, તેમની કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી સાથે ઘણીવાર મુલાકાત થઈ છે.
સિદ્ધુએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રોફાઇલના કવર ઇમેજમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથેની તસવીર પણ લગાવી છે, તેમ છતાં તેમનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં ન હોવાને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં, સિદ્ધુ આઇપીએલ દરમિયાન કોમેન્ટ્રીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
આપણ વાંચો: પેટાચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: વિસાવદરના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્તિ!
સ્ટાર પ્રચારકોની યાદીમાં અનેક દિગ્ગજ નેતાના નામ
30 એપ્રિલના રોજ જ્યારે સિદ્ધુને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોંગ્રેસમાં રહેશે, ત્યારે તેમણે કહ્યું હતું કે, “શું કોઈ પ્રમાણ આપવાની જરૂર છે? જો કોઈ વસ્તુને પ્રમાણિત કરવી પડે તો તે વાહિયાત છે.
” સ્ટાર પ્રચારકોની યાદીમાં ભૂપેશ બઘેલ, અમરિન્દર સિંહ રાજા વડિંગ, પ્રતાપ સિંહ બાજવા, સચિન પાયલટ, સુખજિન્દર સિંહ રંધાવા, ચરણજીત સિંહ ચન્ની, સુખવિંદર સિંહ સુક્ખુ, મુકેશ અગ્નિહોત્રી, કનૈયા કુમાર, અમર સિંહ, ધરમવીર ગાંધી, શેર સિંહ ઘુબાયા, પવન કુમાર બંસલ, જસબીર સિંહ ડિમ્પા, મો. સાદિક, મોહિત મહિન્દ્રા, ઇશરપ્રીત સિંહ સિદ્ધુ, હરદેવ સિંહ લાડી, સુખવિંદર સિંહ કોટલી અને રમનીત સિંહ સિક્કી જેવા નેતાઓના નામ શામેલ છે.