દેહરાદૂનમાં કુદરતનો પ્રકોપ: એનડીઆરએફના જવાનોએ બાળકનું કર્યું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયો | મુંબઈ સમાચાર
નેશનલ

દેહરાદૂનમાં કુદરતનો પ્રકોપ: એનડીઆરએફના જવાનોએ બાળકનું કર્યું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયો

દેહરાદૂનઃ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં વાદળ ફાટવાને કારણે ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં નદીઓ ગાંડીતૂર બની છે અને જીન જીવન અસ્ત વ્યત થયું છે. સોમવારની રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો, પરિણામે ટોન્સ નદીને ભયાનક રૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાએ રાજ્યમાં વ્યાપક વિનાશ વેર્યો હતો. ઘટનાને પગલે તાત્કાલિક NDRF સહિતની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જ્યારે આ કાર્ય દરમિયાન એક બાળકના જીવનો આબાદ બચાવવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કુદરતી આફતથી હજારો લોકો પ્રભાવિત થયા છે.

પાણીના ભારે પ્રવાહ વચ્ચે દેહરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં સ્વર્ણા નદીમાં એક ટ્રેક્ટર ફસાઈ ગયો હતો. આ ટ્રકમાં 10 મજૂર સવાર હતા. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યંર છે કે મજૂરો મદદની બૂમો પાડી રહ્યા છે. પરંતુ અચાનક નદીના ભારે પ્રવાહ વચ્ચે ટ્રેક્ટર પલટી ગયો અને તમામ મજૂરો પાણીમાં વહી ગયા હતા. સૂત્રોના અહેવાલો પ્રમાણે આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા હતા, જ્યારે અન્યની શોધખોળ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

આ વચ્ચે રાષ્ટ્રીય આફત રાહત બળ (NDRF)એ દેહરાદૂનના થારુકુરપુર અને પ્રેમનગરમાં સ્વર્ણા નદીમાં ફસાયેલા એક બાળકને સુરક્ષિત બચાવ્યો, જેનો વીડિયો એનડીઆરએફના અધિકૃત હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. સોમવારે નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ખુબ ઉપર વહી રહ્યું હતું. ત્યારે એનડીઆરએફના જવાને દોરીની મદદથી બાળક સુધી પહોંચીને તેને બહાર કાઢ્યો અને તાત્કાલિક તબીબી સારવાર આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, અને લોકો એનડીઆરએફની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. આ ઉપરાંત, એનડીઆરએફે ટોન્સ નદીમાં વીજળીના ખંબા પર ફસાયેલા એક વ્યક્તિનો પણ જીવ બચાવ્યો હતો.

બાધા પ્રભાવિત વિસ્તારોમાંથી આશરે 400 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, અને એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ સ્થાનિક પોલીસ ટીમો બચાવ કાર્યમાં જોડાયેલી છે. દેહરાદૂનમાં આઈટી પાર્ક ડૂબી ગયું, જ્યારે સહસ્રધારા વિસ્તારમાં વાદળફાટવાથી ઘણા મકાનો અને દુકાનો નષ્ટ થઈ ગયા. 25થી 30 જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા અને માલદેવતામાં એક પુલ ધ્વસ્ત થયો હોવાના પણ અહેવાલો મળ્યા હતા. ટોન્સ નદીના ઉફાનથી અનેક વિસ્તારો ડૂબી ગયા, જ્યારે દેવભૂમિ ઇન્સ્ટિટ્યૂટમાં 200 વિદ્યાર્થીઓને પાણીમાં ફસાયેલા હતા, જેમને એસડીઆરએફએ બચાવ્યા. આધિકારિક મોતની પુષ્ટિ નથી, પરંતુ 2 લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે.

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે રાજ્યમાં બધી નદીઓ પૂર જોશમાં વહી રહી છે. અને ભારે વરસાદથી રસ્તાઓ તૂટ્યા છે, મકાનો અને સરકારી મિલકતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેનાથી જીન-જીવન આસ્ત વ્યત થયું છે. તેમણે કહ્યું કે વહીવટ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક અધિકારીઓ અલર્ટ મોડમાં છે.

સીએમએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સ્થિતિની જાણ કરી, જેમણે કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી. ધામીએ પ્રભાવિત પરિવારો સાથે ઊભા રહેવાનું વચન આપ્યું, અને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચો…મુંદરા તાલુકાના ભોરારા ગામની મહિલાએ ત્રણ પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુંઃ પુત્રોના મોત, માતાનું રેસ્ક્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button