UPIમાં હવે આ પ્રકારના પેમેન્ટ નહીં કરી શકાય! બદલાઈ રહ્યાં છે નિયમ

નવી દિલ્લી: ભારત યુપીઆઈ પેમેન્ટમાં વિશ્વમાં મોખરે છે. લાખો કરોડો લોકો રોજ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતા હોય છે. જેને અત્યારે એક મોટી ડિજિટલ ક્રાંતિ ગણવામાં આવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે, UPI ને લઈને હવે નવા નિયમો આવી રહ્યાં છે, જેની સીધી અસર ગ્રાહકો પર થવાની છે. અત્યારે UPI પેમેન્ટ માટે મોટા ભાગે Phonepe, Google Pay અને Paytmનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક UPI પેમેન્ટ પર NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા નિયમો વિશે તમારે જાણી લેવું જોઈએ…
UPI પેમેન્ટમાંથી P2P ફિચર હટાવી દેવામાં આવશે!
નવી નિયમોની વાત કરવામાં આવે તો, UPI પેમેન્ટમાંથી પીયર ટૂ પીયર વ્યવહારોને હટાવી દેશે તેવું જાણવા મળ્યું છે. આમાં સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પેમેન્ટમાં છેતરપિંડી થવાની સંભાવના વધારે રહેતી હતી. જેથે હવે પેમેન્ટ સુરક્ષા મજબૂત કરવા અને છેતરપિંડીને રોકવા માટે 1 ઓક્ટોબર 2025થી UPI એપ્સમાંથી આ ફિચરને હટાવી દેવામાં આવશે. તો આ નવા નિયમો વિશે વિગતો ચર્ચા કરીએ…
NPCIના નવા નિયમમાં કઈ સુવિધા બંધ કરવામાં આવી?
NPCIના જણાવ્યા પ્રમાણે, 1 ઓક્ટોબર, 2025 સુધીમાં, UPI P2P કલેક્શનને UPI માં પ્રોસેસ કરવાની મંજૂરી નહી મળે. આનો અર્થ એ થયો કે ‘કલેક્શન રિક્વેસ્ટ’ સેવા બેંકો અને ચુકવણી એપ્લિકેશનોમાંથી સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે. ઘણીવાર એવું બને છે કે, છેતરપિંડી કરનારા લોકો નકલી UPI મોકલીને રૂપિયા ખંખેરી લેતા હતા. જેના કારણે આ સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. આ સેવામાં પહેલા P2P વ્યવહારોમાં 2000ની મર્યાદા હતી.
આ પ્લેટફોર્મ NPCIના નવા નિયમ લાગુ પડશે નહીં
નવા નિયમની વાત કરવામાં આવે તો, આ ફિચર બંધ થવાથી હવે તમારે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે 1 ઓક્ટોબરથી UPI પીનનો ઉપયોગ કરીને QR કોડ અથવા તો સંપર્ક નંબરનો ઉપયોગ કરી શકશો. બાકી કોઈ પણ પ્રકારે UPI પેમેન્ટ કરી શકાશે નહીં. જો કે, આ નવા નિયમ ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્વિગી અને આઈઆરસીટીસી માટે કરવામાં આવતા પેમેન્ટ પર અસર નહીં કરે. આ પ્લેટફોર્મ પર પેમેન્ટ કરવા માટે પેમેન્ટ રિક્વેસ્ટ શેર કરવા માટે પરવાનગી આપવામાં આવશે.
આપણ વાંચો: ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને કોઈ નુકસાન નહીં, ટોચની રેટિંગ એજન્સીનો દાવો, શું આપ્યાં કારણ ?