નેશનલ

અવકાશમાં એલિયન્સનું અસ્તિત્વ? UFO અંગેના રિપોર્ટમાં NASA નો ચોંકાવનારો ખૂલાસો

નવી દિલ્હી: અમેરિકાના સ્પેસ સેન્ટર NASA એ ગુરુવારે (14 સપ્ટેમ્બર)ના રોજ UFO પર આધારિત તેમને એહેવાલ જાહેર કર્યો છે. લગભગ 1 વર્ષ સુધી UFO (અન-આઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ) નો અભ્યાસ કર્યા બાદ NASA એ આ અહેવાલ જાહેર કર્યો છે. નાસાના આ 33 પાનાના અહેવાલમાં UFO આપણાં ગ્રહનું સૌથી મોટું રહસ્ય હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અહેવાલ જાહેર કરતી વખતે અમેરિકન સ્પેસ એજન્સીના વ્યવસ્થાપક બિલ નેલ્સને કહ્યું કે, એમને એવો વિશ્વાસ છે કે પૃથ્વી સિવાય પણ વિશ્વમાં જીવસૃષ્ટી (એલિયન) છે.

છેલ્લાં ઘણાં દિવસોથી એલિયન્સ છે કે નહી? તેનું સાચે જ અસ્તીત્વ છે? એ ક્યાં રહે છે? કોઇએ તેમને જોયા છે? જેવા અનેક પ્રશ્નોની ચર્ચા થઇ રહી હતી. હવે આ બધા જ પ્રશ્નોના જવાબો અમેરિકન સ્પેસ એજન્સી NASA એ આપ્યા છે. નાસાએ વિશ્વનો સૌથી મોટો ખૂલાસો કર્યો છે.


તેમને UFO કે પછી UAP શું છે એની જાણકારી નથી. પણ તેમનો આ વિશ્વ સાથે કોઇ સંબધ નથી એ અમને ખબર છે. છતાં પણ અમારી પાસે જે પુરાવા છે એ એવું નથી કહેતાં કે UAPનો બીજા વિશ્વ સાથે સંબંધ છે. પણ અમે તેનો અભ્યાસ કરી તેની ભાળ મેળવશું એમ NASA નું કહેવું છે.

UAPs પૃથ્વીની આસપાસ અથવા તો તેના વાતાવરણમાં તૈયાર થઇ શકે એવી પર્યાવરણની પરિસ્થિતી છે કે? એનો અભ્યાસ NASA કરશે. એમ પણ હોઇ શકે કે એલિયન અથવા તો યુએફઓ આપડાં એર ટ્રાફિક મેનેજમેન્ટને કારણે અવકાશમાં થનાર ફેરફારોનું પરિણામ હશે.

NASA એ આશ્વાસન આપ્યું છે કે તેઓ આ એલિયન્સ અથવા યુએફઓનો વૈજ્ઞાનિક રીતે તપાસ કરશે. ટેક્નીકલ એક્સપર્સ્ટી મદદ લેશે. એલિયન અથવા તો તેમના વાહનો દેખાવા એટલે યુએફઓ. યુએફઓ કાયમ ચર્ચા અને વિવાદનો વિષય રહ્યું છે. અમેરિકાએ યુએફઓને અલગ અલગ નામોથી સંબોધવાની શરુઆત કરી છે. તેનો અભ્યાસ કરવા માટે અમેરિકાએ પાછલાં વર્ષે એક ટીમ બનાવી હતી.

સારી ગુણવત્તાવાળા ફોટો અથવા વિડીયો ન હોવાને કારણે યુએફઓને સમજવું વધુ મૂશ્કેલ છે. અવકાશમાં દેખાનાર એ વસ્તું વિમાન છે કે કોઇ કુદરતી ઘટના છે એ અનેકવાર સ્પષ્ટ રીતે કહી શકાતું નથી.


તેથી NASA એ 16 લોકોની ટીમ તૈયાર કરી. આ ટીમમાં સાયન્ટીસ્ટ, એરોનોટિક અને ડેટા એનાલિસ્ટ જેવા એક્સપર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનો મૂખ્ય હેતુ UFO અથવા તો UAPs ની લોજિકલ અને સાયન્ટીફીક વ્યાખ્યા અથવા કારણ આપવાનો હતો. NASA ના સાયન્ટીસ્ટ થોમસ ઝુરબુચેને કહ્યું કે, અમે પૃથ્વી પરથી અવકાશમાં અનેક વાતો જોઇ છે. જે જાણી લેવું મહત્વ નું છે અને અમારી ટીમ પણ એ જ કામ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…