નેશનલ

મ્યાનમારમાં હજારો કેદીઓને સામૂહિક માફી;, 5500 લોકોને કરાયા આરોપ મુક્ત, જાણો શું છે કારણ…

મ્યાનમારઃ ભારતના પાડોશી દેશ મ્યાનમારે એક મોટો નિર્ણય લીધો છે. મ્યાનમારની એક પ્રસિદ્ધ ઇન્સેન જેલમાંથી મોટી સંખ્યામાં કેદીઓની સજા માફ કરીને તેમને છોડી દેવામાં આવ્યાં છે. મ્યાનમારની ઇન્સેન જેલમાંથી એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં કેદીઓને છોડવામાં આવ્યાં છે.

કેદીઓના પરિવારજનો જેલની બહાર સવારથી રાહ જોઈ રહ્યાં હતાં. ફુલ અને માળાઓ પહેરાવીને તેમનું પરિવારે ભાવુક સ્વાગત કર્યું હતું. મ્યાનમાર દ્વારા આ ઐતિહાસ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે.

શા માટે કેદીઓને સામૂહિક માફી આપવામાં આવી?

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગામી મહિને એટલે કે 28 ડિસેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા લશ્કરી શાસકો દ્વારા આ કેદીઓને સામૂહિક માફી આપવામાં આવી હોવાથી આ કેદીઓને છોડવામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, આ કેદીઓને એટલા માટે છોડવામાં આવ્યાં છે કે, તેવો આગામી ચૂંટણીમાં મતદાન કરી શકે. ગુરૂવારથી જ કેદીઓને છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કે, કેટલા કેદીઓને છોડવામાં આવ્યાં છે તેનો કોઈ નિશ્ચિત આંકડો હજી જાણવા મળ્યો નથી.

આંગ સાન સૂ ચી છેલ્લા 4 વર્ષથી નજરકેદ છે

મહત્વની વાત એ છે કે, જે કેદીઓને અત્યારે છોડવામાં આવ્યાં છે તેમાં મ્યાનમારના પૂર્વ નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચી છે કે નહી? તેમના નામ અંગે કોઈ જાણકારી બહાર આવી નથી. આંગ સાન સૂ ચી છેલ્લા 4 વર્ષથી એટલે કે, 2021થી નજરકેદ છે.

અત્યારે બહારની દુનિયા સાથે તેમનો કોઈ પણ સંપર્ક નથી. સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, મ્યાનમારની સેનાએ 3000 કેદીઓને છોડ્યાં છે જ્યારે 5000થી પણ વધારે લોકો પર લગાવેલા આરોપો પાછા લીધા છે. જો કે, આ આંકડા વિશે સત્તાવાર કોઈ જાણકારી નથી આપવામાં આવી.

આ પણ વાંચો…ડેટા એન્ટ્રી નહીં, આ તો છે ‘સાયબર ગુલામી’! મ્યાનમારના જંગલોમાં ગુજરાતી યુવાનો પાસે ફ્રોડ કરાવવાતા કૌભાંડનો સૂત્રધારની ઝડપાયો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button