નેશનલ

મ્યાનમારમાં મૃત્યુઆંક 1000ને પાર, નુકશાનનો અંદાજ આવતા લાગશે દિવસો…

નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. મ્યાનમારમાં 1000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ઓછામાં ઓછા 10 લોકોના મોતના અહેવાલ છે.

અમેરિકાના જિયોલોજિકલ સર્વે મુજબ મૃતકોની સંખ્યા 10 હજારથી વધુ હોઈ શકે છે. મ્યાનમાર અને બેંગકોકમાં કેટલું નુકસાન થયું છે તેનો આંકડો સામે આવ્યો નથી પરંતુ જે વીડિયો, તસવીરો સામે આવી છે તેના પરથી નુકસાનીનો આંકડો મોટો હોઈ શકે છે.

આ પણ વાંચો:વિનાશકારી ભૂકંપે મ્યાનમારની દશા બગાડી! 144 લોકોના મોતનો અંદાજ, જાણો અન્ય મહત્વની વિગતો…

ભૂકંપ બાદ મ્યાનમારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ કારણે ભૂકંપથી કયા વિસ્તામાં સૌથી વધુ નુકસાન થયું છે તેની જાણકારી સામે નથી આવી.

થાઈલેન્ડ અને મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર +66 618819218 જાહેર કરીને તમામ ભારતીય નાગરિકોને ઈમરજન્સીની સ્થિતિમાં સંપર્ક કરવા કહ્યું હતું. ભારતે મ્યાનમારને મદદ કરવા માટે 15 ટન રાહત સામગ્ર મોકલાવી છે. ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ વિમાન હિંડોન એરફોર્સ સ્ટેશનથી મ્યાનમાર માટે રાહત સામગ્રી લઈને રવાના થયું, જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ભોજન, સેનિટેશન કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કપાસની પટ્ટીઓ, પેશાબની થેલીઓ વગેરે)નો સમાવેશ થતો હતો. સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમારમાં રાહત અને બચાવ કામગીરી માટે 5 મિલિયન ડોલરની સહાય પૂરી પાડી છે.

આ પણ વાંચો: Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા ભૂકંપની અસર ભારતમાં કરોડો રૂપિયાના વ્યવસાયો પર પડવાની શક્યતા

ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના મ્યાનમાર ડિરેક્ટર મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે, વિનાશકારી ભૂકંપના કારણે રોડ-રસ્તા, ઘરો અને પુલ બધું જ ધરાશાયી થઈ ગયું છે. નુકશાનનું મૂલ્યાંકન કરવામાં ઘણા અઠવાડિયા લાગી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button