મારા પપ્પા પોલીસમાં છે, ગોળી મારી દેશે! માસૂમ બાળકે શિક્ષિકાને આપી ધમકી, જુઓ વીડિયો

બાળકો જેવું જોતા હોય તેવું જ શિખતા હોય છે. જેથી ઘરે બાળકો સામે આપણે કેવી પ્રવૃત્તિઓ કરવી અને કેવી ભાષામાં વાતો કરવી? તેનું ખાસ ધ્યાન રાખવું પડે! કારણ કે, એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક શિક્ષિકાને કહી રહ્યો છે કે, મારા પપ્પા પોલીસમાં છે, તે તમને ગોળી મારી દેશે! જ્યારે શિક્ષિકા બાળકને હોમવર્ક માટે ઠપકો આપ્યો ત્યારે તે આંખો પહોળી કરીને શિક્ષિકાને ધમકાવે છે. જે શબ્દો તેણે કહ્યાં છે તેના કારણે તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
હમણાં જ ફિલ્મોમાં સાઇન કરવામાં આવવો જોઈએઃ યુઝર્સ
વીડિયો વાયરલ થયા બાદ લોકો કોમેન્ટ પણ કરી રહ્યાં છે. યુઝર્સે આ બાળકને ‘લિટલ ડોન‘ અને ‘ક્રાઈમ પેટ્રોલ ઓફ ધ ક્લાસરૂમ’ પણ કહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું, ‘શિક્ષકને ગોળી મારવાની ધમકી આપ્યા પછી પણ ફક્ત આ બાળક પાસે જ પાસ થવાનો આત્મવિશ્વાસ છે’. જ્યારે કેટલાક લોકો બાળકની માસૂમિયતથી પ્રભાવિત થયા અને મજાકમાં કહ્યું કે તેને હમણાં જ ફિલ્મોમાં સાઇન કરવામાં આવવો જોઈએ. આ માત્ર મજાકની વાતો છે પરંતુ વાસ્તવિકતા જોવામાં આવે તો આ ખૂબ જ ચિંતાનો વિષય છે.
આપણ વાંચો: બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ, પ્લેનક્રેશના પીડિતોને આ રીતે કરશે મદદ…
બાળકે શિક્ષિકાને આપી બંદૂકની ધમકી
આ બાળક તેની શિક્ષિકાને કહે છે કે, ‘મારા પિતા પોલીસમાં છે, તે તમને ગોળી મારી દેશે’ આટલું કહ્યા પછી પણ તે અટકતો નથી. તેને એ પણ ખબર છે કે, ઘરમાં બંદૂક ક્યાં પડી છે? મહત્વની વાત એ પણ છે કે, આખરે તેને કેવી રીતે ખબર પડી કે, બંદૂકનો ઉપયોગ કોઈને મારવા માટે થાય છે? આ બાળકોનો વીડિયો જોતા સ્પષ્ટ રીત સમજી શકાય છે તેના ઘરમાં કેવું વાતાવરણ હશે! જેથી ઘરે બાળકો સામે કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ.