2025માં અમેરિકામાં 7 ગુજરાતી મૂળનાં લોકોની હત્યા, મોટલ માલિકો કેમ બની રહ્યા છે નિશાન ?

વોશિંગ્ટન ડી સી: યુએસમાં મોટેલ બિઝનેસ પર ગુજરાતીઓનું એકહથ્થુ સાશન છે એમ કહી શકાય, એક અહેવાલ મુજબ યુએસની 60% મોટેલ્સ ગુજરાતીઓના માલિકીની છે, ખાસ કરીને પટેલ સમુદાયના લોકો આ બિઝનેસમાં પકડ ધરાવે છે. આ બિઝનેસ તેમને તગડી કમાણી કરી આપે છે અને હજારો લોકોને નોકરી આપે છે. પરંતુ આ વર્ષે કેટલાક એવા કિસ્સાઓ બન્યા છે, જે યુએસમાં મોટેલ માલિક ગુજરાતીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
એક અહેવાલ મુજબ આ વર્ષે અત્યાર સુધી યુએસમાં મોટેલ માલિક અથવા મોટેલનું સંચાલન કરતા સાત ગુજરાતીઓની હત્યા કરવામાં અવી છે. યુએસમાં વધી રહેલા ગુનાઓનોને કરાણે યુએસના ગુજરાતી સમાજમાં ડરની લાગણી છે.
તાજેતરમાં બનેલા કિસ્સાઓ:
તાજેતરમાં સોમવારે પેન્સિલવેનિયાના એલેઘેની કાઉન્ટીમાં મૂળ સુરતના રાકેશ પટેલ (ઉં.વ.50) ને માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ એક મોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને મેટલમાં ભાગીદાર પણ ધરાવતા હતાં.
5 ઓક્ટોબરના રોજ ઉત્તર કેરોલિનામાં આવેલી એક મોટેલમાં અનિલ પટેલ અને પંકજ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ વર્ષે માર્ચ મહિનામાં દક્ષિણ કેરોલિનામાં એક કન્વીનિયન્સ સ્ટોરમાં લૂંટના પ્રયાસ દરમિયાન 56 વર્ષીય પ્રદીપભાઈ પટેલ અને તેમની 26 વર્ષની હત્યા કરવામાં આવી હતી. આફ્રિકન-અમેરિકન શખ્સે ગોળીબાર તેમના પર ગોળીબાર કર્યો હતો.
શા કારણે ગુજરાતીઓ બની રહ્યા છે નિશાન:
યુએસમાં ગુજરાતીઓ પર થયેલા હુમલાને ધ્યાનમાં લેવામાં આવે તો જાણવા મળે છે કે મોટાભાગના હુમલાઓ મોટેલ, ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર્સ પર લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ કર્યા છે, તો કેટલાક હુમલા સામાન્ય બાબતે થયેલા ઝઘડાને કારણે થયા છે.
અહેવાલ મુજબ, ગુજરાતીઓની માલિકીની મોટેલ્સ અને ગેસ સ્ટેશન હાઇવે પર અથવા મુખ્ય શહેરોથી દૂરના સ્થળે આવેલા છે. મોટેલ્સમાં ગુનેગારો માનવ તસ્કરી, ડ્રગ ડીલથી, વેશ્યાવૃત્તિ, ચોરી જેવા ગુનાઓ આચરે છે. આવા ગુનાઓનો વિરોધ કરતા ગુનેગારો ગોળીબાર થયો હવાના કિસ્સા સૌથી વધુ નોંધાયા છે. મોટેલ્સમાં ડ્રગ ઓવરડોઝના કિસ્સાઓ સામાન્ય છે, જેને કારણે મોટેલ માલિકોને ઘણા કાયદાકીય કેસો પણ સામનો કરવો પડે છે.
મોટેલોની સુરક્ષામાં ગંભીર ખામીઓ:
ભારતીયોની માલિકીની મોટેલો સુરક્ષાની ગંભીર ખામીઓના અહેવાલો પણ છે. સામાન્ય રીતે મોટેલ્સમાં સીસીટીવી કેમેરાનો અભાવ, ખામીયુક્ત તાળાઓ અને સ્ટાફની અછત જેવી ખામીઓ નોંધવામાં આવી છે. આવી ઘણી મોટેલ્સના માલિકો તેમના પરિવાર સાથે ફ્રન્ટ ડેસ્ક પાસેના લિવિંગ રૂમ જ રહે છે, જેને કારણે પરિવાર પર હુમલાનું જોખમ વધી જાય છે.
હાઈ ક્રાઈમ ઝોન વિસ્તારોમાં નબળી સુરક્ષા વ્યવસ્થા સાથેની મોટેલ્સ ગુનેગારો માટે સરળ ટાર્ગેટ બની જાય છે. અહેવાલ મુજબ મોટેલ્સ તરફથી પોલીસને મળતા કોલ્સનું પ્રમાણ વધુ છે. ઓવર સ્ટે અને બાકીનો રકમ માટે મોટેલ માલિકો અને ગેસ્ટ વચ્ચે બોલચાલ થવાની ઘટના સામાન્ય છે, જેને કારણે મારામારી અને ગોળીબાર જેવી ઘટના બને છે.
આ પણ વાંચો…અમેરિકામાં મૂળ બારડોલીના રાકેશ પટેલની ગોળી મારી હત્યા, 15 દિવસમાં ત્રીજા ભારતીયની હત્યા…