ટોપ ન્યૂઝનેશનલ

જીવલેણ ગરમી, IMDએ જાહેર કર્યું એલર્ટ: બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી બહાર નહીં નીકળવા અપીલ

નવી દિલ્હી: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત ગરમી(Heat) વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો સુધી દિલ્હીમાં ગરમીનો કહેર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 મે સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગરમી અને હીટ વેવની અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત જમ્મુ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હીટ વેવની અસર જોવા મળશે. 

હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે દિલ્હીનું તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં લગભગ 7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.  28 મે સુધી તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છેઆગામી ચાર દિવસ માટે દિલ્હી NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગરમીના કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ

આ સાથે હવામાન વિભાગે 28 મે સુધી રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં રાત્રિના સમયે તાપમાન વધુ રહેવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે શનિવારે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે. 

આ પણ વાંચો : Cyclone Remal ભારે વરસાદ લાવી રહ્યું છે,  IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી નોંધાયું હતું. જેના પગલે અમદાવાદ કોર્પોરેશને શહેરીજનોને બપોરેના સમયે બહાર ન નીકળવા અપીલ કરી છે.

હીટ વેવ અને ગરમી ચરમસીમા પર હોય છે

હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button