નેશનલ

માતૃભાષા પ્રેમઃ નીતિશ કુમાર શા માટે ભડક્યા અધિકારીઓ પર

માત્ર માતૃભાષા દિવસ નિમિત્તે સારા ભાષણ આપી દેવા કે એક બે યોજનાઓ જાહેર કરી દેવાથી ભાષા બચાવી શકાતી નથી. આ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. મહારાષ્ટ્ર-ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં દુકાનોના સાઈનબોર્ડ જે તે રાજ્યની ભાષામાં રાખવાના નિયમો છે, પરંતુ ઘણા સરકારી કામકાજોમાં અંગ્રેજી જ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ઉદાહરણ પૂરું પાડ્યુ છે કે રાજ્યના મુખ્યાએ ભાષાના પ્રસાર માટે કેટલી તકેદારી રાખવી જોઈએ.
વાત જાણે એમ ચે કે સીએમ નીતીશ કુમાર બાંકા પહોંચ્યા હતા.

આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં 14 કરોડની રકમથી બનેલા મોડલ હોસ્પિટલ ભવનનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન સદર હોસ્પિટલ, ઇન્ડોર સ્ટેડિયમ અને આરએમકે ગ્રાઉન્ડ ખાતે આવેલી ડિજિટલ લાઇબ્રેરીના કાફેટેરિયાના બોર્ડ અંગ્રેજીમાં લખેલા જોઈને મુખ્ય પ્રધાન ગુસ્સે થઈ ગયા હતા. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે હિન્દીના પ્રચાર માટે કામ કરી રહ્યા છીએ અને દરેક જગ્યાએ અંગ્રેજીમાં લખાઈ રહ્યું છે.

કુમારે ડીએમ અંશુલ કુમારને તરત જ અંગ્રેજીને બદલે હિન્દીમાં બોર્ડ લગાવવા નિર્દેશ આપ્યો. આ સિવાય તેમણે ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ખેલાડીઓ પાસેથી તમામ સુવિધાઓ મેળવવાની માહિતી પણ મેળવી હતી. આ પછી નીતિશ કુમારે એ ડિજિટલ લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.
આ પ્રસંગે મંત્રી આલોક મેહતા, લલિત યાદવ, મંત્રી જયંત રાજ કુશવાહા, સાંસદ ગિરિધારી યાદવ, ધારાસભ્ય મનોજ યાદવ, ભૂદેવ ચૌધરી સહિતના નેતાઓ હાજર હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button