નેશનલ

10 વર્ષમાં રોજના સાત કિલોમીટરથી વધુ રેલવે ટ્રેક બિછાવ્યાઃ આરટીઆઈમાં ખુલાસો પણ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ છેલ્લા દસ વર્ષમાં રોજના સરેરાશ 7.41 કિમીના રેલવેના પાટા પાથરવામાં આવ્યા છે, જેમાં નવી લાઇનના બાંધકામ તેમ જ હાલની લાઇનના ડબલિંગ, ટ્રિપ્લિંગ અને ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. રેલવે મંત્રાલય તરફથી માહિતી અધિકાર (આરટીઆઇ) અધિનિયમ હેઠળ એક અરજીના જવાબમાં આ માહિતી બહાર આવી છે.

મંત્રાલય દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટા અનુસાર રેલવેએ ૨૦૧૪-૧૫થી ૨૦૨૩-૨૪ સુધીના દસ વર્ષમાં કુલ ૨૭૦૫૭.૭ કિલોમીટર રેલવે ટ્રેક નાખ્યા છે, જેમાં નવી લાઇનોનું નિર્માણ, હાલની લાઇનોના ડબલિંગ અને ટ્રિપ્લીંગ અને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણનો સમાવેશ થાય છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્ર શેખર ગૌરે જણાવ્યું હતું કે જ્યારે હું ડેટાની ગણતરી કરું છું, ત્યારે દસ વર્ષમાં ટ્રેક નાખવાના કામનો દૈનિક સરેરાશ કિમી લગભગ ૭.૪૧ કિમી આવે છે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરની પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે હાલમાં દરરોજ લગભગ ૧૫ કિમી નવા ટ્રેક ઉમેરી રહી છે.

અશ્વિની વૈષ્ણવે ૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ રેલ ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગયા વર્ષે રેલ્વેએ ૫,૨૦૦ કિમી નવા ટ્રેક ઉમેર્યા હતા. જે સ્વિટ્ઝર્લેન્ડના સમગ્ર નેટવર્કની સમકક્ષ છે. આ વર્ષે અમે ૫,૫૦૦ કિલોમીટરનો ઉમેરો કરી રહ્યા છીએ. ૨૦૧૪માં પ્રતિ દિવસ ૪ કિમીથી હવે અમે નવા ટ્રેકમાં દરરોજ લગભગ ૧૫ કિમીનો ઉમેરો કરી રહ્યા છીએ.
આરટીઆઇ જવાબ દર્શાવે છે કે ૨૦૨૨-૨૩માં રેલ્વેએ કુલ ૩,૯૦૧ કિમીના ટ્રેક નાખ્યા હતા.

જેમાં નવા (૪૭૩ કિમી), ડબલિંગ(૩૧૮૫.૫૩) અને ગેઝ કન્વર્ઝન (૨૪૨.૨)નો સમાવેશ થાય છે. ભારતીય રેલવેની વેબસાઇટ પર ઉપલ્બધ આ આંકડા ૨૦૨૧-૨૨ સુધીના ડેટાના છે. અધિકારીઓનું કહેવું છે કે ૨૦૨૨-૨૩ને રેલ્વે માટે અભૂતપૂર્વ વર્ષ તરીકે જોવામાં આવી શકે છે. કારણ કે રેલ્વેએ તેના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ કિલોમીટર ટ્રેક બિછાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker