સંસદનું ચોમાસુ સત્ર ગરમાશે: I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં 24 પક્ષોએ સરકારને ઘેરવા મુદ્દાઓ નક્કી કર્યા!
ઓપરેશન સિંદૂર' મામલે ટ્રમ્પના દાવાઓના સવાલો પૂછશે વિપક્ષ

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ શરૂ થવાનું છે. આ સત્ર યોજાય એ પહેલા વિપક્ષના I.N.D.I.A. ગઠબંધને એક વર્ચુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં 24 પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
સંસદમાં ક્યા મુદ્દાઓ ઉઠાવશે વિપક્ષ?
2024ની લોકસભાની ચૂંટણી બાદ શનિવારે વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પહલગામ હુમલો અને તેના જવાબમાં કરવામાં આવેલા ઑપરેશન સિંદૂર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના દાવાઓ, બિહારમાં નવી મતદાર યાદીની રચના, પશ્ચિમ બંગાળ, આસામ અને અન્ય રાજ્યોમાં યોજાયેલ ચૂંટણીમાં થયેલા ગોટાળા, જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ તથા દેશની અન્ય સમસ્યાઓના મુદ્દા ચોમાસુ સત્રમાં ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ : SME ને મજબૂત આર્થિક ટેકાની જરૂર… IPOમાં વધુ શિસ્તની જરૂર…
કૉંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે I.N.D.I.A. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં થયેલી ચર્ચા અંગે એક્સ પર માહિતી આપતા લખ્યું હતું કે, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં INDIA Alliance ની વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી, જેમાં 24 વિપક્ષી પક્ષોના નેતાઓએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી છે.
Attended the virtual meeting of the INDIA Alliance chaired by Hon’ble Congress President Shri Mallikarjun Kharge ji, where leaders of 24 opposition parties discussed the current political situation.
— K C Venugopal (@kcvenugopalmp) July 19, 2025
For the upcoming Parliament session, there was consensus on the pressing issues… pic.twitter.com/nO6H0S0mtX
ઉલ્લેખનીય છે કે, I.N.D.I.A. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, આરજેડી, એસપી, એનસીપી (એસપી), શિવસેના (યુબીટી), જેએમએમ, સીપીઆઈ (એમ), સીપીઆઈ, ફોરવર્ડ બ્લોક, આઈયુએમએલ અને કેરળ કોંગ્રેસ સહિતના 24 પક્ષોએ ભાગ લીધો હતો. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ પોતાને I.N.D.I.A. ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી હતી.