નેશનલ

Monsoon 2024 : ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો અન્ય રાજ્યોના હાલ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસાનું(Monsoon 2024)આગમન થયું છે. જેમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદને(Rain)લઇને સમસ્યા સર્જાઇ છે. ત્યારે ઉત્તરથી દક્ષિણ ભારત અને પૂર્વથી પશ્ચિમ ભારતના રાજ્યોમાં સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે(IMD)કહ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં આ પ્રકારનું હવામાન પાંચ દિવસ સુધી ચાલુ રહેવાનું છે. યુપીમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે.

છત્તીસગઢમાં 7 થી 9 જુલાઈ દરમિયાન ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 5 જુલાઈ, લદ્દાખ, પશ્ચિમ રાજસ્થાન, 5 અને 6 જુલાઈ હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, 5 થી 9 જુલાઈ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પંજાબ, પશ્ચિમ મધ્ય રાજ્યમાં 5 થી 7 જુલાઈ દરમિયાન, વિદર્ભમાં 8 થી 9 જુલાઈ દરમિયાન અને છત્તીસગઢમાં 7 થી 9 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે.

ત્રિપુરામાં જુલાઇ મધ્યમાં ભારે વરસાદની સંભાવના

આ ઉપરાંત વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 5 જુલાઈ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં 7 થી 9 જુલાઈ, ઝારખંડ 7 જુલાઈ, ઓડિશામાં 6 થી 8 જુલાઈ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં જુલાઈ મધ્યમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: Monsoon Sessions: હવે અંબાદાસ દાનવેએ આપ્યું આ નિવેદન, હું તૈયાર છું…

તેલંગાણામાં હળવા વરસાદ સંભાવના

જ્યારે અન્ય રાજ્યોની વાત કરીએ તો કેરળ, માહે, લક્ષદ્વીપ, કોસ્ટલ કર્ણાટક, કોંકણ, ગોવા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણામાં આગામી સમયમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. પાંચ દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ

હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં શુક્રવારે મૂશળધાર વરસાદ થયો હતો, જેના કારણે 77 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. શિમલા હવામાન કચેરીએ શનિવારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

મનાલીમાં 22 મીમી વરસાદ

હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, પાલમપુરમાં સૌથી વધુ 128 મીમી (મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે કટૌલામાં 110 મીમી, બૈજનાથમાં 95 મીમી, જોગીન્દરનગર 64 મીમી, મંડી 40 મીમી, કોઠી 36 મીમી, કુફરી 33.2 મીમી, શિલારુ 32.5 એમએમ નોંધાયેલ છે 26 મીમી, મનાલીમાં 22 મીમી અને ખદ્રાલામાં 21.6 મીમી વરસાદ નોંધાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…