મોહન ભાગવતના 75મા જન્મદિવસે પીએમ મોદીએ શું કહ્યું, જાણો

આરએસએસ (રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘ)ના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંઘપ્રમુખ મોહન ભાગવતે અનેક સવાલોનો જવાબ આપ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરી હતી કે મેં ક્યારેય કોઈને કહ્યું નથી કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ. જોકે, આજે તેમના જન્મદિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો સંદેશ આપીને શુભેચ્છા આપી છે, જે મુદ્દે રાજકારણમાં ચર્ચા છે.
આજે અગિયારમી સપ્ટેમ્બર છે, જે દિવસ અલગ અલગ લોકો સાથે જોડાયેલો છે, જેમાં એક 1893 વર્ષ સંબંધિત છે, જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વબંધુનો સંદેશ આપ્યો હતો. બીજો કિસ્સો 9/11 અમેરિકામાં થયેલો આતંકવાદી હુમલાનો. યુએસમાં થયેલા આતંકવાદી હુમલાએ દુનિયાને હચમચાવી નાખ્યં હતું, જ્યારે આ બંને બાબતથી અલગ વાત એ છે કે આજે એવી વ્યક્તિનો જન્મદિવસ છે, જે સમાજને સંગઠિત કરીને ‘વસુધૈવ કુટુમ્બકમ’ના માર્ગે પણ ચાલે છે. ભાઈચારાની ભાવનાને મજબૂત કરવામાં સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે. આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પ્રમુખ મોહન ભાગવતનો જન્મદિવસ છે. આ વર્ષે પણ સંઘ પોતાનું શતાબ્દી વર્ષ મનાવી રહ્યું છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગવતને શુભકામનાઓ આપીને શુભેચ્છા આપી છે.
આ પણ વાંચો: 75 વર્ષે નિવૃત્તિ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કરી સ્પષ્ટતા! ત્રણ બાળકોની વાત પણ દોહરાવી
વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે આજે સુખદ સંયોગ છે કે આ વર્ષ સંઘ પોતાની શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સુખદ આરોગ્ય આપે એવી અભ્યર્થના. 75માં જન્મદિવસની શુભકામના આપતા તેમની જીવનયાત્રાને યાદ કરી હતી. એક લાંબા લેખમાં પીએમ મોદીએ લખ્યું હતું કે આ સ્વયંસેવકોનું ભાગ્ય છે કે તેમની પાસે મોહન ભાગવત જેવા દૂરદર્શી અને પરિશ્રી સંરસંઘચાલક છે અને તેમના નેતૃત્વમાં સંઘની કામગીરીમાં નિરંતર વિસ્તાર થઈ રહ્યો છે.
પીએમ મોદીએ આગળ લખ્યું હતું કે મોહન ભાગવત સાથે મારા સંબંધો ગાઢ રહ્યા છે. મારું નસીબ છે કે તેમના પિતા દિવગંત મધુકરરાવ ભાગવતજીની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. વકીલાત કરવાની સાથે સાથે મધુકરરાવજી જિંદગીભર રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સમર્પિત રહ્યા. પોતાની યુવાવસ્થાના લાંબા સમય સુધી ગુજરાતમાં વીતાવ્યા અને સંઘના વિવિધ કાર્યોના મજબૂત પાયા પણ નાખ્યા. મધુકરરાવનો રાષ્ટ્રનિર્માણ પ્રત્યે ઝુકાવ એટલો મજબૂત હતો કે પુત્ર મોહનરાવને મહાન કાર્ય માટે નિરંતર પ્રોત્સાહન આપતા રહ્યા. એક પારસમણી મધુકરરાવે મોહનરાવના રુપમાં વધુ એક પારસમણી બનાવ્યા.