મોદી સરકાર ‘મનરેગા’નું નામ બદલશે! આ નવા નામથી ઓળખાશે યોજના

નવી દિલ્હી: દેશના ગ્રામીણ ક્ષેત્રો માટેની મહત્વપૂર્ણ રોજગાર યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ(MNREGA)નું નામ કેન્દ્ર સરકાર બદલવા જઈ રહી છે. આ યોજનાને “પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના” એવું નામ આપવામાં આવી શકે છે. આજની કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે.
આ યોજનાની શરૂઆત કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર દ્વારા વર્ષ 2005માં કરવામાં આવી હતી, શરૂઆતમાં આ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 તરીકે ઓળખતી હતી. વર્ષ 2009માં આ યોજના સાથે મહત્મા ગાંધીનું નામ જોડવામાં આવ્યું હતું, ત્યારથી આયોજના મનરેગા તરીકે ઓળખાય છે. હવે મોદી સરકાર આ યોજાનાનું નામ બદલવા જઈ રહી છે.
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ(MNREGA) એ એક લેબર લો છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને રોજગારી પૂરી પડવાનો છે, તેને ભારતના ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં આ માટે 86,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતા 10% વધુ છે.
આપણ વાચો: મનરેગા કૌભાંડમાં ભરૂચના ભાજપના સાંસદ મોટો ધડાકો: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી…
શું છે મનરેગા યોજના?
આ યોજનાનો હેઠળ નાણાકીય વર્ષમાં ગ્રામીણ નાગરીકોને ઓછામાં ઓછા 100 દિવસની રોજગાર મળે તેની ખાતરી આપવામાં આવે છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં અંત્યંત ગરીબી નાબુદ કરી શકાય. વિશ્વ બેંકે આ યોજનાને ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. 2022-23 સુધીમાં મનરેગા યોજના હેઠળ 15.4 સક્રિય કામદારો નોંધાયેલા હતાં.
આજની કેબીનેટ બેઠકમાં મનરેગાનું નામ બદલવા ઉપરાંત પરમાણુ ઉર્જા બિલ અને ઉચ્ચ શિક્ષણ બિલને મંજૂરી આપવામાં આવી શકે છે.



