
નવી દિલ્લીઃ આજે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત અંગ્રેજીની ગુલામીમાંથી આઝાદ થયો હતો. ભારતભરમાં અત્યારે આઝાદીના આ પર્વની ઉજવણીઓ થઈ રહી છે. ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ મોટાભાગના લોકોએ દેશભાવના દેખાડી છે. પરંતુ કેટલાક પોસ્ટરો એવા છે તે અત્યારે વિવાદનું કારણ બન્યાં છે. કારણ કે, તેમણે ભારતના મહાન ક્રાંતિવીરોની તસવીર પોસ્ટરમાંથી હટાવી દીધી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની પોસ્ટે વિવાદ સર્જ્યો
જી હા, અહીં વાત છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ઓફિસિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા એક્સ પર જે પોસ્ટ કરવામાં આવી છે તે વિવાદનું કારણ બની છે. વિગતે વાત કરવામાં આવે તો, એક્સ પર જે પોસ્ટર શેર કરવામાં આવ્યું છે તેમાં સરદાર પટેલ અને જવાહરલાલ નહેરૂ જોવા નથી મળ્યાં, તેમની જગ્યાએ સાવરકરને સ્થાન આપવામાં આવ્યું છે.
As we celebrate our nation’s independence, let’s remember — liberty thrives when we nurture it every day, through unity, empathy, and action.
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) August 15, 2025
Happy #IndependenceDay #MoPNG pic.twitter.com/oeb39NlZBb
સરદાર પટેલ અને નહેરૂની બાદબાકી શા માટે કરાઈ?
હવે આમાં પ્રશ્ન એ નથી કે, સાવરકરને શા માટે સ્થાન આપવામાં આવ્યું? પરંતુ પ્રશ્ન એ છે કે, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરૂની બાદબાકી શા માટે કરવામાં આવી? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પ્રધાન અત્યારે હરદીપ સિંહ પુરી છે. શું તેમને આ પોસ્ટર વિશે જાણકારી છે કે પછી તેમની જાણ બહાર આ પોસ્ટર શેર કરી દેવામાં આવ્યું છે? તેવા સવાલો અત્યારે થઈ રહ્યાં છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય થઈ રહી છે આલોચના
સરદાર અને નહેરૂએ આઝાદીની ચળવળમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સરદાર પટેલ જેમના કારણે અત્યારે ભારત એક ગણરાજ્ય છે તેમની પોસ્ટરમાંથી બાદબાદી કરવી કેટલી યોગ્ય? શું આ જાણી જોઈને કરવામાં આવ્યું છે કે, પછી કોઈ અન્ય કારણ છે? સોશિયલ મીડિયામાં અત્યારે આ પોસ્ટરની ખૂબ જ ચર્ચા થઈ રહી આ સાથે સાથે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની પણ ખૂબ જ આલોચના કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: રોજગાર યોજના, સમૃદ્ધ ભારત અને જીએસટી મામલે શું બોલ્યાં પીએમ મોદી?