વિધાનસભ્ય કે હુસ્ન કી પરીઃ યંગેસ્ટ એમએલએનો જોઈ લો જલવો

ઐજવાલઃ પૂર્વ ભારતના સાત રાજ્ય પૈકીના મિઝોરમમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ, જ્યાં વર્ષો જૂની પાર્ટીનું આધિપત્ય પૂરું થયું. ચૂંટણીમાં જીતેલી 32 વર્ષની વિધાનસભ્યની ચર્ચા ચારેકોર છે. બેરિલની સામે ચૂંટણી લડનારા મિઝો નેશનલ ફ્રન્ટના સભ્યને તેને હરાવી દીધા હતા અને 1,414 મતથી જીતી હતી. 32 વર્ષની બેરિલ એક ટીવી પ્રેઝન્ટરની સાથે એન્કરનું કામ કરે છે, જ્યારે ઝેડપીએમની સાથે રાજ્યના રાજકારણમાં એન્ટી કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર બેરિલની મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે, જ્યારે રેડિયો જોકી આરજેનું પણ કામ કર્યું છે. બેરિલે ચૂંટણી જીતીને મિઝોરમની સૌથી નાની ઉંમરે એમએલએ બનાવાનું ગૌરવ વધાર્યું છે. જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)એ રાજ્યની સૌથી નવી પાર્ટી છે, જે 40માંથી 27 વિધાનસભાની સીટ જીતીને સરકાર બનાવી હતી.

એન્કર કહો કે હુ્સન કી પરી બેરિલ વન્નેઈહસાંગીને ઈન્સ્ટાગ્રામ પર 2.52 લાખ લોકો ફોલો કરે છે, જ્યારે મિઝોરમમાં ત્રણ મહિલા જીતી છે, જેમાંથી એક બેરિલ છે. મિઝોરમની ચૂંટણીમાં જીત્યા પછી બેરિલે લૈગિંક સમાનતાની વાતને પ્રોત્સાહન મળે એનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.

મહિલાઓના હક અંગે વાત કરતા બેરિલે કહ્યું હતું કે મહિલા હોય કે પુરુષ પણ આપણે જે કરવા માગીએ છીએ, તે કરતા આપણને કોઈ રોકી શકે એમ નથી. મીડિયા અંગે વાતચીત કરતા એકદમ યુવાન વિધાનસભ્ય બેરિલે કહ્યું હતું કે તમે કોઈ પણ જાતિ, સમુદાયમાંથી કેમ આવતા ના હોય પણ તમે જે કરવા ઈચ્છો છો તેને કરતા કોઈ રોકી શકે નહીં. બેરિલ નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટીમાંથી આર્ટસમાંથી ડિગ્રી લીધી છે. વિધાનસભ્ય બન્યા પહેલા આઈઝોલ નગરપાલિકામાં પણ કોર્પોરેટર બની ચૂકી છે.