માઈક્રોફાઈનાન્સ પર આધાર રાખતા લોકોની ગોલ્ડ લોન કેમ બની પહેલી પસંદ? | મુંબઈ સમાચાર
નેશનલ

માઈક્રોફાઈનાન્સ પર આધાર રાખતા લોકોની ગોલ્ડ લોન કેમ બની પહેલી પસંદ?

ભારતીય ઘરમાં સોનું માત્ર શણગારનું પ્રતીક નથી, પરંતુ તાત્કાલિક જરૂરિયાતોના સમયનું એક વિશ્વાસપાત્ર સાથી પણ છે. મધ્યમ વર્ગના લોકો જે માઈક્રોફાઈનાન્સ પર આધાર રાખતા હતા, તેવા લોકો હવે ગોલ્ડ લોન તરફ વળી રહ્યા છે. આ બદલાવનું મુખ્ય કારણ સોનાની વધતી કિંમતો, ઓછા વ્યાજ દર અને MFIના કડક નિયમો છે.

MFIમાં ઘટાડો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આંકડા અનુસાર, જૂન 2025 સુધીમાં ગોલ્ડ લોનમાં વાર્ષિક 122%નો વધારો થયો છે, જ્યારે તે જ સમયગાળામાં MFI માં 16.5%ની ઘટાડો જોવા મળ્યો છે. મીડિયા સાથે વાત કરતા સાઉથ ઇન્ડિયન બેંકના રિટેલ હેડ સંજય સિંહાએ કહ્યું કે, જે લોકો અનસિક્યોર્ડ લોન પર આધાર રાખતા તેવા ગ્રાહકોને હવે અનસિક્યોર્ડ લોનનો રસ્તો ખુબ મુશ્કેલ લાગે છે. તેથી તેઓ સોના પર લોન લેવાનું પસંદ કરે છે.

સરકારી આંકડા પ્રમાણે જૂન 2025ના અંત સુધીમાં ત્રણ કરતા વધુ ફાઇનાન્સર્સ પાસે લાઈનમા ઊભા કર્જાદારોની સંખ્યા નોધપાત્ર ઘટાડો આવ્યો છે. જે સંખ્યા એક વર્ષ પહેલા 5.7 મિલિયન હતી તે ઘટી 3.1 મિલિયન થઈ ગઈ છે. વિશ્લેષકો પ્રમાણે MFIની વધુ સાવચેતીને કારણે લોકો પોતાના પારિવારિક સોનાના દાગીના પર લોન લેવા માટે મજબૂર બન્યા છે. જુલાઈ 2025 સુધીમાં ગોલ્ડ લોન 2.94 લાખ કરોડ રૂપિયા હતી, જે વાર્ષિક 122% વધારો દર્શાવે છે. જેની સરખામણીએ, અનસિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લોનમાં માત્ર 6% વધારો થયો હતો, જે 2.91 લાખ કરોડ રૂપિયા હતો. આ ઉપરાંત વ્યક્તિગત લોન 8% વધીને 15.36 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. MFIનું AUM 1.34 લાખ કરોડ રૂપિયા થયું, જે એક વર્ષ પહેલાની સરખામણીએ 16.5% ઓછું છે.

વ્યાજદર અને બદલાતી વિચારસરણી

નિષ્ણાંતો ગોલ્ડ લોનની પરંપરાગત ધારણામાં બદલાવ જોઈ રહ્યા છે, જે પહેલા આર્થિક સંકટના અંતિમ ઉપાય તરીકે જોવાતું હતું, હવે તેને સુલભ અને મુખ્યધારાનું નાણાકિય સાધન તરીકે માનવામાં આવે છે. ઓછા વ્યાજદર આ બદલાવનું મુખ્ય કારણ છે, કારણ કે ગોલ્ડ લોન સિક્યોર્ડ હોવાથી 10-15% વ્યાજ લે છે, જે MFIના 20% કરતા વ્યાજથી ઘણું ઓછું છે. આ બદલાવથી નાના કર્જાઓના વપરાશકર્તાઓને વધુ વિશ્વાસ અને સુવિધા મળી રહી છે.

મધ્યમ વર્ગના આ વલણને જોઈ સંભાવના સેવાઈ રહી છે કે ગોલ્ડ લોન ભવિષ્યમાં વધુ વ્યાપક બનશે, કારણ કે તે સુરક્ષિત અને ઝડપી વિકલ્પ છે. MFIના કડક નિયમો અને સોનાની વધતી કિંમતો આ બદલાવને વેગ આપી રહી છે, જે ઓછી આવકવાળા વર્ગ માટે નવી આશાનું કારણ બની રહ્યું છે. નિષ્ણાંતો પ્રમાણે આગામી દિવસોમાં આ ટ્રેન્ડ વધુ મજબૂત થશે, જે વિત્તીય સમાવેશને પ્રોત્સાહન આપશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button