
નવી દિલ્હી: આર્જેન્ટીનાનો દિગ્ગજ ફૂટબોલ લિયોનેલ મેસ્સી હાલ ભારતના પ્રવાસ પર છે. કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ બાદ મેસ્સી આજ દિલ્હી પહોંચ્યો છે. દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેસ્સીની મુલાકાત થવાની હતી, જેની ચાહકો રાહ જોઈ રહ્યા હતાં, પરંતુ આ મુલાકાત થઇ ન શકી. આ મુલાકાત રદ થવા પાછળનું કારણ દિલ્હીનું વાયુ પ્રદુષણ રહ્યું.
દિલ્હીમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે મેસીની ફ્લાઇટ મોડી પડી. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસની મુલાકાત માટે રવાના થઇ ગયા.
આપણ વાચો: મેસ્સીનાં કાર્યક્રમમાં હોબાળો: રોષે ભરાયેલો ચાહક આખું કાર્પેટ ઉઠાવીને લઇ ગયો! જુઓ વિડીયો
ખરાબ હવામાનને કારણે શેડ્યુલ ખોરવાયુ:
અગાઉના શેડ્યુલ સોમવારે મેસ્સી સોમવારે સવારે દિલ્હી પહોંચવાનો હતો, એક હોટલમાં 50 મિનિટના મિટ એન્ડ ગ્રીટ સેશન બાદ તે વડા પ્રધાનના નિવાસસ્થાને જવાનો હતો. વડાપ્રધાન મોદી સાથે તે 20 મિનિટની વાતચીત કરવાનો હતો.
સોમવારે સવારે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે શેડ્યુલ ખોરવાઈ ગયું, મુંબઈથી નવી દિલ્હી જતી ફ્લાઈટ એક કલાક મોડી ટેક ઓફ થઇ.
આપણ વાચો: ‘ફૂટબોલ કિંગ’ લિયોનલ મેસ્સીએ કર્યું પોતાના સ્ટેચ્યુનું અનાવરણ: એક ઝલક માટે ફેન્સનો થયો જમાવડો
મેસ્સી CJI સૂર્યકાંતને મળશે:
અરુણ જેટલી સ્ટેડિયમમાં મેસ્સીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. અહેવાલ મુજબ મેસ્સી ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો ઓગસ્ટિન કોસિનો, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને મળવાના છે.
IGI એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને અસર:
ગાઢ ધુમ્મસને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ(IGI) એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને મોટી અસર પહોંચી છે, IGI એરપોર્ટ પર 61 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને પાંચ અન્ય ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી.



