નેશનલ

પીએમ મોદીના પરિવારના નવા સભ્યને મળો…

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક નવા મહેમાનનું આગમન થયું છે. ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને આ જાણકારી આપી છે. વડાપ્રધાને જણાવ્યું છે કે તેમના નિવાસસ્થાને ગાય માતાએ વાછરડાને જન્મ આપ્યો છે.

વડા પ્રધાને નવા મહેમાનનો ફોટો શેર કર્યો છે અને લખ્યું, “આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – ગામઃ સર્વસુખ પ્રદાહ”. લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે”

પીએમના આવાસ પર ઘણી ગાયો પાળવામાં આવી છે, મોદી ઘણીવાર તેમની સાથે સમય વિતાવે છે. પીએમ મોદીના આવાસ પર પુંગનુર જાતિની ગાયો છે, જે આંધ્રપ્રદેશની છે. તેમની ઊંચાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટ છે. જ્યારે પુંગનુર જાતિનું વાછરડું જ્યારે જન્મે છે ત્યારે તેની હાઇટ માત્ર 16થી 22 ઇંચની હોય છે.

આ ગાય એકદમ પૌષ્ટિક દૂધ આપે છે અને તેમાં અનેક ઔષધીય ગુણો હોય છે. આ વિશ્વની સૌથી નાની ગાયો છે અને તેઓ લુપ્ત થવાની આરે છે. કદાચ તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગાયોને તેમના નિવાસસ્થાને લાવ્યા છે જેથી કરીને લોકોને આ ગાય વિશે જાગૃત કરવામાં આવે અને સામાન્ય લોકો પણ આ ગાયનું રક્ષણ કરી શકે.

આપણ વાંચો: ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ છાપનારું એકમાત્ર અખબાર

પીએમ મોદીનો આ વીડિયો જ્યારથઈ વાયરલ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં લાખો લોકો એને જોઇ ચૂક્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ આપી ચૂક્યા છે. લોકોને તેમનો આ નવો વીડિયો અને ગૌમાતાના નાના બાળ સાથેની મસ્તી ઘણી પસંદ આવી રહી છે.

જોકે, આ પહેલીવાર નથી કે પીએમ મોદીએ ગૌમાતા પ્રત્યેનો તેમનો પ્રેમ જાહેર કર્યો હોય. અગાઉ મકરસંક્રાંતિના સમયે પણ તેઓ હાથમાં તલ, ગોળ અને લીલો ચારો લઇને ગાયોને ખવડાવતા અને તેમની સંભાળ રાખતા જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button