મુસ્કાન આટલી નિર્દયી કેવી રીતે બની ગઈ? સામે આવ્યો દર્દનાક હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ…

મેરઠઃ મેરઠમાં થયેલા સૌરભ હત્યાકાંડમાં ફરી એક ચોંકવનારી વિગત પ્રકાશમાં આવી છે. મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી હતાં. બાદમાં લાશને છુપાવવા માટે તેને ટુકડા કર્યા અને સિમેન્ટ સાથે એક ડ્રમમાં ભરી દીધા હતાં. પોલીસે આ હત્યાકાંડનો ભેદ ઉલેક્યો અને બન્ને હત્યારાઓની ધરપકડ કરી લીધી હતી. જો કે, સૌરભની લાશ ટાંકીમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. અત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ પણ વાંચો:સતી સાવિત્રીને બદલે યમદૂત બની પત્નીઃ પતિના ટૂકડા કરી સિમેન્ટમાં જડી દીધો પણ…
મુસ્કાન સૌરભની છાતી પર બેઠી અને છરી વડે…
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મર્ચેટ નેવી ઓફિસર સૌરભ રાજપૂરની દર્દનાક હત્યાનો બીજી વગત પ્રકાશમાં આવી છે. રિપોર્ટ પ્રમાણે સૌપ્રથમ સૌરભને બેહોશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુસ્કાન સૌરભની છાતી પર બેઠી અને છરી વડે છાતી ચીરી હતી. પહેલા મુસ્કાન છાતી પર વાર નહોતી કરી શકી તો સાહિલે હાથ પકડીને સમજાવી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટ પ્રમાણે મુસ્કારને સૌરભની છાતી પર છરીના ત્રણ ઘા માર્યા હતાં
સિમેન્ટના કારણ લાશની હાલત ખૂબ જ ખરાબ હતીઃ ડૉક્ટર
પોલીસે આ કેસમાં વિગતો આપતા કહ્યું કે, આ લોકોએ સૌરભના માથાને કાપીને અલગ કરી દીધું હતું, ત્યારબાદ હાથ અને પગ પણ કાપી દેવામાં આવ્યાં હતાં. સૌરભની લાશનું પોર્ટમોર્ટમ કરવા વાળા ડૉક્ટરે કહ્યું કે, સિમેન્ટના કારણ લાશની હાલત ખૂબ જ ખરાબ હતી. પોર્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે આરોપીઓએ ગંભીર રીતે છરીના ઘા કર્યા હતા. મૃતકના હૃદયમાં ખૂબ ઊંડો ખાડો પડી ગયો હતો. પગને પાછળની તરફ વાળી દેવામાં આવ્યાં હતાં.
મૃતદેહ પર અત્તર પણ નાખવામાં આવ્યું હતું. માથું ધડથી અલગ થઈ ગયું હતું. હાથ કાંડાથી કાપી નાખવામાં આવ્યા હતા અને પગ ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતાં. સૌરભની હત્યા કરીને તેની લાશના ટુકડાને સિમેન્ટ સાથે એક ડ્રમમાં ભરી દીધા હતા અને પછી બન્ને હત્યારે શિમલા ફરવા માટે ગયાં હતાં.
આ પણ વાંચો:‘પતિ-પત્ની ઔર વો’ પત્નીએ પ્રેમી સાથે પતિનું ઢીમ ઢાળી દીધું! લાશને કોથળામાં ભરીને….
સાહિલે તંત્ર મંત્રથી તેને વશમાં કરી લીઘી હતીઃ મુસ્કાનના માતા-પિતા
આ કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુસ્કાને પોતાના નિવેદનમાં કહ્યું હતું આ હત્યા કરવા માટે સાહિલે કહ્યું હતું. સાહિલે સૌરભની હત્યા કરવા માટે મુસ્કાનને મનાવી હતી. મુસ્કાન અને સાહિલ એકબીજાને પ્રેમ કરતા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ બન્ને એકબીજા સાથે રહેવા માટે સૌરભની હત્યા કરી નાખી હતી આ કેસમાં હજી પણ ચોંકાવનારા ખુલાસો થઈ શકે છે.
મુસ્કાનના માતા-પિતાનું કહેવું છે કે, સાહિલે તંત્ર મંત્રથી મુસ્કાનને વશમાં કરી લીઘી હતી. સાહિલે તેની 6 વર્ષની દીકરીને પણ મુસ્કાનથી દૂર રાખી હતી. જો કે, પોલીસ તપાસમાં તો બન્નેએ સાથે મળીને હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ હત્યાકાંડને લઈને અત્યારે દેશભરમાં ચર્યાઓ થઈ રહી છે કે, એક પત્ની આટલી નિર્દયી કેવી રીતે હોઈ શકે?