નેશનલ

જેલમાંથી બહાર આવ્યા બાદ Manish Sisodiaના આકરા તેવર : ……અંતે ઈમાનદારીની જીત

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish sisodia) ગઈકાલ શુક્રવારે 17 મહિનાન લાંબા જેલવાસ બાદ બહાર આવ્યા છે અને બહાર આવતા જ પોતાના અંદાજમાં જોવા મળ્યા હતા. મનીષ સીસોદિયાના જેલમાંથી છૂટ્યા બાદ જાણે આમ આદમી પાર્ટીને ફરી એકવાર ઉત્સાહ મળ્યો છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા અને તેમના માતા-પિતા, પત્ની અને બાળકોને મળ્યા. હવે તેઓ AAP મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, “બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણનોના લીધે ગઈકાલે અમારા પર ભગવાનની કૃપા થઈ. બાબા સાહેબને 75 વર્ષ પહેલા જ અંદાજો આવી ગયો હતો કે આ દેશમાં ક્યારેકને ક્યારેક તો એવું થશે કે તાનાશાહી વધી જશે અને ત્યારે એજન્સીઓ, કાયદાઓ અમે જેલોના દુરુપયોગથી આપણને કોણ બચાવશે?” બાબસાહેબે કહેલું બંધારણ બચાવશે. ગઇકાલે બંધારણનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે તાનાશાહીને કચડી નાખી હતી અને હું એ વકીલોનો પણ આભારી છું કે જેમને આ લડાઈ લડી રહ્યા છે. મારા માટે અભિષેક મનુ સિંઘવી ભગવાન સમાન છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે હવે દુશ્મનો પણ માનવા લાગ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો કઈ માટીના બનેલા છે, જે જેલમાંથી બહાર આવ્યા પછી પણ આ રીતે દેખાઈ રહ્યા છે. અમે એ માટીના બનેલા છીએ, જે માટીમાં ભગતસિંહના પરસેવાની બુંદો પડી છે, જે માટીમાં મહાત્મા ગાંધીને ગોળી લાગી હતી. તેમણે કહ્યું કે આ લડાઈ માત્ર આમ આદમી પાર્ટી કે વિપક્ષના કાર્યકર્તાઓની નથી, પરંતુ દેશના દરેક નાગરિકની છે.

આ પણ વાંચો: AAP ના મનીષ સિસોદિયા અને સંજય સિંહને રાહત નહીં, લીકર કૌભાંડ કેસમાં 7 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી

સિસોદિયાએ કહ્યું- ભ્રષ્ટાચારનો એક જ કાળ, કેજરીવાલ. દેશની જનતા કહે છે કે કેજરીવાલ કામ કરે છે અને તે પણ ઈમાનદારીથી. આ સાથે તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, તેમણે કહ્યું કે જો દુનિયાની તમામ અનિષ્ટ શક્તિઓ મળી જાય તો ભગવાન આપણો સાથ આપે છે.

તેણે કહ્યું કે હું બજરંગબલીના દર્શન કરીને જ આવ્યો છું. મંદિરના પૂજારીએ કહ્યું કે વિજય પરંતુ મેં પૂજારીને કહ્યું કે દિલ્હીના બાળકો માટે સારું શિક્ષણ જોઈએ છે. …આ આંસુએ મને તાકાત આપી છે. મને આશા હતી કે 7-8 મહિનામાં ન્યાય મળશે, પરંતુ વાંધો નહીં 17 મહિના લાગી ગયા. પરંતુ ઈમાનદારી અને સત્યની જીત થઈ. ભગવાનના ઘરમાં દેર છે અંધેર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button