Manipur માં સ્થિતિ સામાન્ય કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક યોજી, આપ્યા આ નિર્દેશ

નવી દિલ્હી : મણિપુરમાં(Manipur)બે વર્ષથી ભડકેલી હિંસા બાદ 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. જ્યારે રાજયમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે.
જેના ભાગરૂપે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દિલ્હીમાં મણિપુરની પરિસ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ સેના અને અર્ધલશ્કરી દળના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મણિપુરની અંદર પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને ગેરકાયદેસર શસ્ત્રો સોંપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: મણિપુરના ચાર જિલ્લામાંથી ૧૭ આતંકવાદીની ધરપકડ
મણિપુરમાં બે વર્ષમાં 200 થી વધુ લોકો માર્યા ગયા
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી આ પહેલી સમીક્ષા બેઠક હતી. અમિત શાહે નિર્દેશ આપ્યા હતા કે મણિપુરમાં બંધ કરાયેલા તમામ રસ્તાઓ 8 માર્ચથી ખોલવામાં આવે. જો કોઈપણ પ્રકારની દખલગીરી થાય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મણિપુરમાં લગભગ બે વર્ષથી વ્યાપક હિંસા થઈ રહી છે, જેમાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે.
13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયુ
આ ઉપરાંત ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મણિપુરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે, ડ્રગ્સ નેટવર્કનો નાશ કરવો પડશે.ગૃહમંત્રીએ મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિનો તાગ મેળવ્યો. રાજ્યની એકંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા દિવસો પછી પૂર્વોત્તર રાજ્યમાં રાજકીય અનિશ્ચિતતા ઊભી થઈ હતી. તેની બાદ કેન્દ્રએ 13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદયું હતું
આપણ વાંચો: મણિપુરના બે જિલ્લામાંથી નવ આતંકીઓની ધરપકડ
દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે.
જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ ભલ્લાએ સાત દિવસની અંદર લૂંટાયેલા અને ગેરકાયદે રીતે રાખેલા શસ્ત્રો પોલીસને સ્વૈચ્છિક રીતે સોંપવા વિનંતી કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે આ સમયગાળા દરમિયાન શસ્ત્રો સોંપનારાઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે.
ગેરકાયદે હથિયારો સોંપવાની સમયમર્યાદા 6 માર્ચ સુધી લંબાવી
આ સમયગાળા દરમિયાન મુખ્યત્વે ખીણના જિલ્લાઓમાં જનતા દ્વારા 300 થી વધુ શસ્ત્રો સોંપવામાં આવ્યા હતા. આમાં મેઇતે ઉગ્રવાદી જૂથ અરંબાઈ ટેંગોલે દ્વારા સોંપવામાં આવેલા 246 હથિયારોનો સમાવેશ થાય છે. ભલ્લાએ શુક્રવારે લૂંટાયેલા અને ગેરકાયદે હથિયારો પોલીસને સોંપવાની સમયમર્યાદા 6 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી લંબાવી હતી.