‘પાકિસ્તાન ઝિંદાબાદ’નો નારો લગાવતા ટોળાએ યુવક પર હુમલો કર્યો, ગંભીર ઈજા બાદ મોત

મેંગલુરુ: પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતભરમાં પાકિસ્તાન સામે રોષનો માહોલ છે, ઘણા શહેરોમાં પાકિસ્તાન વિરોધી દેખાવો થઇ રહ્યા છે. એવામાં કર્ણાટકના મેંગલુરુ(Mangaluru )માં ચોંકાવનારી ઘટના બની હતી.
સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન એક યુવકે કથિત રીતે “પાકિસ્તાન ઝિંદાબાદ”નો નારો લગાવ્યો હતો, ત્યાર બાદ તેના પર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા થતા યુવકનું મોત નીપજ્યું. આ ઘટના બાદ 10 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી
કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વર (G. Parameshwara)એ ઘટનાની પુષ્ટિ કરી છે. જી પરમેશ્વરે કહ્યું કે પીડિતને ઈજા પહોંચી હતી, ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે અને ધરપકડ કરવામાં આવી છે.
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જી પરમેશ્વરે કહ્યું, “એક અજાણ્યા વ્યક્તિ સાથે મોબ લિંચિંગની ઘટના બની હતી. મને જાણ કરવામાં આવી હતી કે સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવી રહ્યો હતો, જેના કારણે કેટલાક લોકોએ તેને માર માર્યો હતો.
તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું ન હતું પરંતુ, પછી ઈજાને તેનું મૃત્યુ થયું. મને હજુ સુધી સંપૂર્ણ રિપોર્ટ મળ્યો નથી. લગભગ 10 થી 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે,”
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર
શું હતો મામલો?
અહેવાલ મુજબ, આ ઘટના રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બની હતી જેમાં દસ ટીમો અને 100 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા હતા.
સાક્ષીઓએ જણાવ્યું હતું કે પહેલા પીડિત અને સચિન નામના શખ્સ વચ્ચે ઝપાઝપી થઇ હતી, ત્યાર બાદ બે જૂથો સામસામે આવી ગયા હતાં. જ્યારે કેટલાક રાહદારીઓએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક જૂથે પીડિતમેં લાકડીઓ અને લાતોથી માર મારવા ચાલુ રાખ્યું
મંદિર પાસે પીડિતાનો મૃતદેહ મળી આવ્યા બાદ સાંજે 5.30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ‘હિન્દુઓ ક્યારેય આવું નહીં કરે’: પહલગામ આતંકવાદી હુમલા પર આરએસએસ વડા મોહન ભાગવત
મેંગલુરુ પોલીસ અધિકારીએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે શરૂઆતમાં કોઈ મોટી ઇજાઓ દેખાતી ન હતી, જેના કારણે અધિકારીઓને કુદરતી મૃત્યુની શંકા હતી. ત્યારબાદ કેસ મેંગલુરુ ગ્રામીણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. જોકે, સાંજે માહિતી જાણવા મળી કે મેચ દરમિયાન પીડિત પર હુમલો કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ એક સ્થાનિક રહેવાસીની ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) માં ઓગણીસ લોકોના નામ આપવામાં આવ્યા છે, અને CCTV ફૂટેજ અને મોબાઇલ ડેટાની તપાસ દ્વારા વધુ શંકાસ્પદોની ઓળખ થવાની શક્યતા છે.