નેશનલ

મમતા બેનર્જીનો ભાજપને ખુલ્લા પડકાર, 400 નહીં 200 સીટ તો વટાવી જુઓ

લોકસભા ચૂંટણી 2024ને લઈ પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ભાજપની સામે તમામ વિરોધ પક્ષો એકજુથ થઈ ગયા છે. જો કે ભાજપ માટે સૌથી મોટો પડકાર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તરફથી મળી રહ્યો છે. આજે તેમણે કૃષ્ણાનગરમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધી હતી, તેમને પગમાં થયેલી ઈજા બાદ મહુઆ મોઈત્રાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

મમતાએ રેલીને સંબોધતા મોદી સરકારની 400 પારના ટાર્ગેટની મજાક ઉડાવી હતી અને પડકાર ફેંક્યો હતો કે ભાજપ 200 સીટને પાર પણ નહીં કરી શકે. તે ઉપરાંત તેમણે સીએએ કાનુનનો અમલ કરવાનો પણ ઈન્કાર કર્યો હતો. તેમણે લોકોને ચેતવતા કહ્યું કે સીએએ માટે અરજી કરનારી વ્યક્તિ વિદેશી બની જશે, તેમણે લોકોને અરજી ન કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ગંભીર આરોપ, ‘મેચ ફિક્સિંગ’ કરીને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની સુપ્રીમોએ કહ્યું ભાજપ કહીં રહી છે 400 પાર, હું તેમને પહેલા 200 સીટો પાર કરવાનો ફડકાર ફેંકું છું. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે 200થી વધુ સીટો લાવવાનું આહવાન કર્યું હતું, પરંતું તેને માત્ર 77 સીટો જ મળી હતી.

મમતા બેનર્જીએ સીએએ અંગે લોકોને ચેતવતા કહ્યું કે સીએએ કાનુની રીતે રહેતા નાગરિકોને પણ વિદેશી બનાવવાની જાળ છે. અમે પશ્ચિમ બંગાળમાં સીએએ કે એનઆરસીનો અમલ કરવાના નથી. મમતાએ પશ્ચિમ બંગાળમાં “ભાજપા સાથે હાથ મિલાવવા માટે” વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા એલાયન્સના ઘટક પક્ષો માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.

તેમણે ચૂંટણી રેલીમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કોઈ ઈન્ડિયા ગઠબંધન નથી, માકપા અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આપણી સાંસદ મહુઆ મોઈત્રાને બદનામ કરી અને તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરાવી હતી, કેમ કે તે ભાજપ સામે આકરા પ્રહારો કરતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…