નેશનલ

પશ્ચિમ બંગાળમાં TMCને મોટો ઝટકો; વિધાનસભા ચૂંટણી પહેલા સાંસદ મૌસમ નૂર કોંગ્રેસમાં જોડાયા…

પશ્ચિમ બંગાળમાં ટીએમસીને મોટો ઝટકો આપ્યો છે. રાજ્યસભાના સાંસદ મૌસમ નૂર ટીએમસીનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. મમતા બેનર્જીની પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ટીએમસીમાં ભંગાણ થયું છે. ટીએમસીના સાંસદ મૌસમ નૂરએ ચૂંટણી પહેલા મમતાનો સાથે છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયાં છે. જેથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં નવો વિવાદ સર્જાયો છે.

મૌસમ બેનઝીર નૂરે શા માટે ટીએમસીનો સાથ છોડ્યો?

ટીએમસી રાજ્યસભા મૌસમ બેનઝીર નૂર કોંગ્રેસમાં જોડાયા છે. મૌસમ બેનઝીર નૂરે આ મામલે કહ્યું કે, હું કોંગ્રેસનો આભાર માનું છે કે, ફરી મને તેમની સાથે કામ કરવાનો અવસર આપ્યો છે.મેં તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મેં તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા મમતા દીદીને મારું રાજીનામું સુપરત કર્યું છે. હવે રાજ્યસભામાંથી પણ રાજીમાનું આપી દેશે. મૌસમ બેનઝીર નૂરનું રાજીનામું ટીએમસી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ટીએમસીમાં વિખવાદ સર્જાઈ રહ્યો છે.

વધુમાં મૌસમ બેનઝીર નૂરે કહ્યું કે, હવે હું કોંગ્રેસમાં જોડાઈ ગઈ છું અને પાર્ટીને મજબૂત કરવા માટે ખૂબ જ મહેનત કરીશ. કારણ કે, બંગળાના લોકો, માલદાનો લોકો કોંગ્રેસ પર વિશ્વાસ કરે છે. તે લોકો કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા, વિકાસ અને શાંતિની વિચારધારામાં માને છે.

આ પણ વાંચો…“૨૦૨૬માં મમતા મુખ્યમંત્રી નહિ બની શકે, પૂર્વ મુખ્યમંત્રી બનશે” TMCના ધારાસભ્યનો દાવો

કોંગ્રેસના મુખ્ય કાર્યલય ખાતે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પાર્ટીના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી ગુલામ અહેમદ મીર અને રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ શુભંકર સરકારની ઉપસ્થિતિમાં મૌસમ બેનઝીર નૂર કોંગ્રેસમાં જોડાયા છે. મૌસમ બેનઝીર નૂરનો રાજ્યસભાનો કાર્યકાળ આ જ વર્ષે એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઊભા રહી શકે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપશે કે કેમ તે મુદ્દે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button