PM Modiના જન્મદિવસે મેલોનીએ કર્યું આ કામ…

દેશના વડા પ્રધાન મોદી મંગળવારે (૧૭ સપ્ટેમ્બર) ૭૪ વર્ષના થયા.ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલા સંદેશમાં, તેમણે ઇટલી અને ભારત વચ્ચેના મજબૂત અને વધતા સંબંધો તેમજ વૈશ્વિક પડકારોનો સાથે મળીને સામનો કરવાની પરસ્પર પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. મને ખાતરી છે કે અમે ઇટાલી અને ભારત વચ્ચેની અમારી મિત્રતા અને સહયોગને મજબૂત કરવાનું ચાલુ રાખીશું, જેથી વૈશ્વિક પડકારોનો સાથે મળીને સામનો કરી શકાય.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪) ૭૪ વર્ષના થયા. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ ના રોજ ગુજરાતના મહેસાણા નામના નાના શહેરમાં થયો હતો. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવીને ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતાઓમાંના એક બન્યા છે.
૨૦૦૧થી ૨૦૧૪ સુધી સતત ત્રણ ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેતા, મોદીનો કાર્યકાળ નોંધપાત્ર આર્થિક વિકાસ અને શાસન સુધારાઓથી ભરેલો હતો. ૨૦૧૪ માં ભારતના વડા પ્રધાન બન્યા પછી તેઓ હાલમાં તેમની ત્રીજી મુદતની સેવા આપી રહ્યા છે.