ઇન્ટરનેશનલ

PM મોદી સાથેની સેલ્ફીમાં ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ એવું શું લખ્યું કે ટ્રેન્ડ થવા માંડ્યું

દુબઇઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા હતા. (COP28-સમિટ)માં ભાગ લેવા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ મેલોનીએ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ COP28 દરમિયાન ક્લિક કરી હતી. આ તસવીરમાં બંને હસી રહ્યાં છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કરી અને કહ્યું હતું કે COP28માં સારા મિત્રો. #મેલોડી. તમને જણાવી દઈએ કે આ દરમિયાન પીએમ મેલોનીએ હેશટેગ મેલોડીનો પણ ઉપયોગ કર્યો હતો. આ તસવીર સામે આવતાં જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. યુઝર્સ આ તસવીરને #Melodi હેશટેગ સાથે શેર કરી રહ્યા છે. #મેલોડી ટ્વિટર પર ટોપ ટ્રેન્ડિંગ છે.

આ પહેલા COP28 સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંનેની સાથે હસતા અને વાત કરતાની તસવીરો વાયરલ થઇ છે.

નોંધનીય છે કે ઇટાલીના PM જ્યોર્જિયા મેલોની ભારતીય પીએમ નરેન્દ્ર મોદીના ભારે પ્રશંસક છે. તેઓ મોદીને સારા મિત્ર માને છે. મેલોનીએ 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના તેમના 73માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટમાં તેણે પીએમ મોદીને ‘મિત્ર’ કહ્યા હતા. PM મોદી અને PM જ્યોર્જિયા મેલોની વચ્ચેની મિત્રતા ત્યારે ચર્ચામાં આવી જ્યારે જ્યોર્જિયા મેલોની સપ્ટેમ્બર 2023માં G20 સમિટમાં ભાગ લેવા દિલ્હી આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું અને તેમની સાથે હાથ મિલાવ્યા.


પીએમ મોદી દુબઈમાં આયોજિત COP28 સમિટમાં ભાગ લીધા બાદ શુક્રવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, દુબઈનો આભાર. COP28-સમિટ ઉત્તમ રહી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button