નેશનલ

‘ખરાની ખરે ખબરું થાય’ ભારત સામે ઝેર ઓકનાર માલદીવ હવે કરી રહ્યું છે ભારતના વખાણ

નવી દિલ્હી: એક સમયે ભારત સામે ઝેર ઓકનાર માલદીવ જ્યારે આર્થિક સંકટમાં ફસાયું ત્યારે અંતે સાચો સગો પાડોશીના સિદ્ધાંત અનુસાર ભારતે મોટું મન રાખીને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે માલદીવ સરકારના અનુરોધ પર 50 મિલિયન ડોલરના ટ્રેજરી બિલને આગળ લંબાવીને માલદીવને આર્થિક સંકટથી બહાર લાવવા મદદ કરી છે. ભારતની મદદ માટે માલદીવે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. નબળા અને ખરા સમયે ભારતે માલદીવને કરેલી મદદથી હવે માલદીવની મિત્રતાનું વહેણ ભારત તરફી વહી રહ્યુ છે. માલદીવના વિદેશ મંત્રી મુસા જમિરે કહ્યું ભારત સરકારની જાહેરાત ભારત અને માલદીવ વચ્ચેની ગાઢ મિત્રતાને દર્શાવે છે.

ગયા વર્ષે માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ મુઈજજુને ચીનનું ઘેલું લાગ્યું હતું અને ચીનની નજીક જતાં રહ્યાં હતાં. તેમણે ભારત વિરોધી નારાઓ લગાવીને રાષ્ટ્રપતિ પદની ચુંટણી લડી હતી, જેને લઈને ભારત અને માલદીવનાં સંબંધોમાં કડવાશ આવી હતી. જોકે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ દરમીયાન ભારત સરકારે માલજીના રાષ્ટ્રપતિને આમંત્રણ પાઠવ્યું હતું, જેને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારનું પહેલું પગથિયું માનવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં જ વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવનો પ્રવાસ પણ કર્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માલદીવના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ’50 મિલિયન અમેરિકન ડોલરની ટ્રેજરી બિલના રોલઓવરની સાથે માલદીવ ને મહત્વપૂર્ણ બજેટિય સહાય કરવાં બદલ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ભારત સરકારનો હાર્દિક આભાર. આ ઉદાર ભાવ માલદીવ અને ભારતની વચ્ચેના સ્થાયી મૈત્રી બંધનને દર્શાવે છે.’

કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા મેળવ્યા બાદ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓગષ્ટ મહિનામાં માલદીવનો પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન જયશંકરે માલદીવમાં બન્ને દેશોના સહકારથી નિર્માણ થયેલી પરીયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. વિદેશ મંત્રીની આ યાત્રા દરમિયાન માલદીવનાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો પણ થઈ હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…