રેલવે ટ્રેક પાસે સેલ્ફી લીધી કે રીલ બનાવી તો જેલની સજા પણ થઈ શકે, જાણો શું છે કાયદો…

નવી દિલ્હીઃ રેલવે પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક પર સેલ્ફી અને વીડિયો બનાવવી ઘેલસા વધી રહી છે. આ દરમિયાન કેટલીક અધટિત ઘટનાઓ પણ બનતી હોય છે. એવી અનેક ઘટનાઓ બની જેવામાં સેલ્ફી લેવા જતાં યુવકોને મોતને ભેટવું પડ્યું હતું.જો કે, હવે આમાં નવો કાયદો આવી રહ્યો છે. હવે જે લોકો રેલવે ટ્રેક પર રિલ બનાવતા દેખાશે તેવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં જેલની સજા અને દંડની પણ જોગવાઈ પણ કરવામાં આવેલી છે.
ઇસ્ટ કોસ્ટ રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી આ ઝુંબેશ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ECOR (East Coast Railway – ઇસ્ટ કોસ્ટ રેલ્વે) એ રેલ્વે ટ્રેક પર અથવા તેની નજીક, ચાલતી ટ્રેનોના ફૂટબોર્ડ પર અથવા ટ્રેનોની છત પર સેલ્ફી લેવા, વીડિયો શૂટ કરવા અથવા રીલ્સ બનાવતા લોકો સામે ચેતવણી આપવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. આ મામલે રેલવે અધિકારીએ જણાવ્યું કે, જે લોકો જીવના જોખમે સેલ્ફી કે વીડિયો લે છે તે રેલવે અધિનિયમ 1989 અંતર્ગત સજાપાત્ર ગુનો બને છે. આ માટે રેલવે વિભાગ દ્વારા મોટી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
રેલવે વિભાગ દ્વારા કેવી સૂચના આપવામાં આવી
છેલ્લા એકથી બે મહિનામાં આવી બે ઘટનાઓ બની છે, જેમાં રિલ્સ બનાવતા ટ્રેનની અડફેટે આવતા ઘટના સ્થળ પર જ યુવકનું મોત થયું હતું. રેલવે વિભાગની સૂચના પ્રમાણે રેલવે ટ્રેક, રેલવે સ્ટેશન અને ચાલતી ટ્રેન પરિવહન માટે છે ના કે મનોરંજન માટે! જેથી આવી જગ્યાએ રિલ્સ કે વીડિયો બનાવવા યોગ્ય નથી. રેલવે પરિસર કે રેલવે ટ્રેક પર ગેરકાયદેસર પ્રવેશીને સ્ટંટ કરવા કે વીડિયો બનાવવા એ લાપરવાહી છે તેવું રેલવે વિભાગે જણાવ્યું હતું.
આવા લોકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યાં
ઇસ્ટ કોસ્ટ રેલ્વેના કહ્યાં પ્રમાણે રેલવે સુરક્ષા બળ (RPF) અને રાજકીય રેલવે પોલીસ (GRP)ને આવા લોકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. રેલવે વિભાગના આદેશ પ્રમાણે આવા લોકો સામે રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અને 153 અંતર્ગત કેસ કરવામાં આવી શકે છે, જેમાં સજા અને દંડ પણ થઈ શકે છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, આ વર્ષે જુલાઈમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સે ઓડિશાના બૌધ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર ખતરનાક સ્ટંટ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેના કારણે બે છોકરાઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…કાઉન્ટરની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ: હેન્ડ મશીનથી વેઇટિંગ એરિયામાં જ મળશે ટિકિટ



