પાકિસ્તાની સમર્થક ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એનઆઈએની મોટી કાર્યવાહી
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સમર્થક ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટર સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ એનઆઈ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના કડક વલણને ધ્યાનમાં રાખીને આઈએસઆઈ (ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ) પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદીઓને અંડરગ્રાઉન્ડ થઈ જવાની નોબત આવી છે.
15 મુખ્ય ખાલિસ્તાની આતંકવાદીને પાકિસ્તાન લશ્કરના 12 સેફ હાઉસમાં શિફ્ટ થઈ ગયા છે. ઈસ્લામાબાદ અને પાકિસ્તાનની ઈરાનની સરહદ નજીકના સેફ હાઉસમાં ખાલિસ્તાની સમર્થક આતંકવાદીઓને અંડરગ્રાઉન્ડ થયા છે. આઈએસઆઈના ઈશારે પાકિસ્તાન અને કેનેડાથી ઓપરેટ કરી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓને અત્યારે ઓપરેશન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના મેજર જનરલ રેંકના ડાયરેક્ટર ખાલિસ્તાની આતંકવાદીઓની સાથે પાકિસ્તાનના કનેક્શનને છુપાવીને કોઓર્ડિનેટ કરે છે, જેથી અંડરગ્રાઉન્ડ થયા છે. આ આતંકવાદીઓમાં બબ્બર ખાલસાના વાઘવા સિંહ બબ્બર, ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના રણજીત સિંહ ઉર્ફ નેતા, ખાલિસ્તાન લિબરેશન ફોર્સના લખબીર સિંહ રોડે, બબ્બર ખાલસાના હરવિંદર સિંહ રિંદા, ગંગા સિંહ ઢિલ્લો, ગજેન્દ્ર સિંહ, જગજીત સિંહનો સમાવેશ થાય છે, જે વર્ષોથી પાકિસ્તાનમાં રહે છે. આ તમામ લોકો અત્યારે પાકિસ્તાનના સેફ હાઉસમાં અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.
ખાલિસ્તાની પ્રકરણને લઈને દેશમાં છ રાજ્યમાં 51 જગ્યાએ એનઆઈએ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
પંજાબમાં 30, રાજસ્થાનમાં 13, હરિયાણામાં ચાર, ઉત્તરાખંડમાં બે, દિલ્હીમાં એક અને યુપીમાં એક જગ્યાએ એનઆઈએએ રેડ પાડી હતી. ખાલિસ્તાની આતંકવાદી અને ગેંગસ્ટરની જગ્યાએ રેડ ચાલી રહી છે, જેમાં લોરેન્સ બિશ્વોઈ, બામબિહા અને અર્શ ડલ્લા ગેંગનો સમાવેશ થાય છે.