હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમાઈ રમત! FIITJEE ના માલિક સામે મોટી કાર્યવાહી

ભોપાલઃ ED દ્વારા FIITJEE ના 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હોવાની વિગતો પ્રકાશામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ED એ FIITJEE ના માલિક ડીકે ગોયલના દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામ સ્થિત પરિસરમાં દરોડા પાડ્યા. FIITJEEના અનેક કેન્દ્રો બંધ થવાને કારણે 12,000 બાળકોનું ભવિષ્ય અત્યારે અંધકારમય બન્યું છે. જોકે સામે તેના માલિકોએ 12 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. આ પહેલાની વાત કરવામાં આવે તો, ઈડી દ્વારા ફેબ્રુઆરીમાં નોઈડા પોલીસે ફિટજી સાથે જોડાયેલા ખાતાઓ ફ્રીઝ કર્યા હતા.
FIITJEE કોચિંગ કેન્દ્રો બંધ કરવાના મુદ્દે પોલીસની કડક કાર્યવાહી
વર્તમાનમાં કરવામાં આવેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ગોયલ સાથે જોડાયેલા ખાતાઓમાંથી 11 કરોડ 11 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતાં. FIITJEE કોચિંગ કેન્દ્રો બંધ કરવાના મામલે નોઇડા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સંસ્થાના ડિરેક્ટરો સામે કેસ દાખલ થયા પછી, પોલીસે FIITJEE સાથે જોડાયેલા બેંક ખાતાઓ જપ્ત કર્યા હતા. તેની સાથે સાથે અનેક બેંક ખાતાઓ ફ્રીઝ પણ કરવામાં આવ્યા હતાં. ઈડી દ્વારા FIITJEE કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સામે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
કોચિંગ કેન્દ્રો બંધ થઈ જતા હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું
નોંધનીય છે કે, એન્જિનિયરિંગ અને મેડિકલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતી લોકપ્રિય કોચિંગ સંસ્થા FIITJEE ના ઘણા કેન્દ્રો અચાનક બંધ થવાના સમાચાર આવ્યા હતા. ઘણા કેન્દ્રો પણ બંધ થઈ ગયા હતા. કેટલાક સમયથી કર્મચારીઓને પગાર નહોતો આપવામાં આવતો અને બીજા પણ અન્ય ઘણી બાબતોના કારણે કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. કોચિંગ કેન્દ્રો બંધ થઈ જતા 12,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. જો કે, તેની સામે માલિકોને કઈ જ ફરક નથી પડ્યો. ભારતમાં શિક્ષણ હવે ધંધો બની ગયું છે. FIITJEEના માલિકોએ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમીને 12 કરોડ રૂપિયા રળી લીધા હતા.
દિનેશ ગોયલ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
આ કેસમાં FIITJEEના માલિક દિનેશ ગોયલ અને અન્ય સંચાલકો સામે થાણા સેક્ટર 58માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, આ કેસમાં દિનેશ ગોયલ સહિત 8 લોકો સામે ગુનાહિત કાવતરું અને ગુનાહિત વિશ્વાસ ભંગ જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો…વસઈની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ૧૦૦ ઉઠક-બેઠકની સજા, તપાસનો આદેશ…