
મુંબઈ: ભારતનું અગ્રણી બિઝનેસ ગ્રુપ મહિન્દ્રા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યું છે. અહેવાલ ગ્રુપની ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રેક્ટર, પેસેન્જર વિહિકલ (ઇવી સહિત) અને ટ્રક ત્રણેય બિઝનેસને સ્વતંત્ર એન્ટિટીમાં વિભાજીત કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
એક અખબારી અહેવાલ મુજબ આ ડિમર્જર માટે આંતરિક ધોરણે પ્રારંભિક ચર્ચાઓ શરુ કરવામાં આવી છે. આ ડિમર્જરની શક્યતા અને તેના પરિણામ શું આવી શકે છે, તેનું મૂલ્યાંકન કરવા શરૂ કરવામાં આવ્યં છે.
કંપનીની આવક વધી:
છેલ્લા પાંચ વર્ષમાં મહિન્દ્રાના ટ્રેક્ટર અને ઓટોમોટિવ બીઝનેસમાં ભારે વૃદ્ધિ નોંધાઈ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ભારતની નંબર 1 ટ્રેક્ટર મેન્યુફેક્ચરર બની છે. તે આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી SUV મેન્યુફેક્ચરર છે, હવે આ ડિમર્જરને કારણે વેલ્યુ અનલોકિંગ થશે.
નાણાકીય વર્ષ 21 માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નેટ પ્રોફિટ ₹1,812.49 કરોડ હતો, જે વધીને નાણાકીય વર્ષ 25 માં ₹12,929.10 કરોડ થયો હતો. FY21 માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આવકમાં ઓટોમોટિવ અને ટ્રેકટર બિઝનેસનો હિસ્સો અનુક્રમે 35% અને 33% હતો, હાલ SUV બિઝનેસ હવે M&M ની આવકમાં 57% હિસ્સો ધરાવે છે, જ્યારે ટ્રેક્ટર બિઝનેસ 22% હિસ્સો ધરાવે છે.
નાણાકીય વર્ષ 21 માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની SUV નું વેચાણ 1,90,000 યુનિટ હતું, જે લગભગ ચાર ગણું વધીને નાણાંકીય વર્ષ 25માં 5,50,000 યુનિટ થયું છે. આ દરમિયાન, ટ્રેક્ટરનું વેચાણ 19.77% વધીને 4,24,000 યુનિટ થયું છે.
ટાટા મોટર્સ પણ ટાટા મોટર્સ કરશે:
નોંધનીય છે કે ટાટા મોટર્સ સ્ટોક એક્સચેન્જ પર તેની બે એન્ટિટી કોમર્શિયલ-વ્હીકલ બિઝનેસ અને ઓટોમોટિવ બિઝનેસ અલગ અલગ લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ ડિમર્જરની યોજના બનાવી રહી છે, જો કે તેની યોજના હજુ શરૂઆતની અવસ્થામાં છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સંભવિત ડિમર્જર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
આ પણ વાંચો…ગુજરાત બન્યું ઓટોમોબાઇલ હબ: ૨૦૨૨-૨૩માં ₹૨૯,૭૦૦ કરોડનું રેકોર્ડ બ્રેક રોકાણ